ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ તેને રદ કરી દેવામાં આવી હતી. જે બાદ સરકારે આગામી 100 દિવસમાં ફરી પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે આ પરીક્ષા આગામી 10મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા છે. જ્યારે તલાટી મંત્રીની પરીક્ષા 23મી એપ્રિલના રોજ યોજાઈ શકે છે.
ADVERTISEMENT
https://twitter.com/nensipatel21/status/1628237848787972097
જુનિયર ક્લાર્કની પેપર ફૂટવાની માહિતી સામે આવતા પરીક્ષા આપનારા યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે સરકારનો વિરોધ પણ કર્યો હતો. જોકે સરકારે તાબડતોબ આ પરીક્ષાની જવાબદારી IPS હસમુખ પટેલને સોંપી હતી. તેમણે પણ અગાઉ પરીક્ષાને લઈને ટ્વીટ કરીને સંભવિત તારીખોની જાણકારી આપી હતી.
અગાઉ હસમુખ પટેલે ટ્વીટ કરીને સંભવિત તારીખો જણાવી હતી
IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT