ઉત્તરાયણ પહેલા લોકોના જીવથી રમતા શખ્સો પર તવાઈઃ પંચમહાલમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો

ગોધરાઃ ઉત્તરાયણના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ઠેરઠેર કાળા બજારીયાઓ અને ગેરકાયદે ફટાકડા, તૂક્કલ, દોરીઓના ધંધાઓ પણ બેફામ એક્ટીવ બન્યા છે ત્યારે…

gujarattak
follow google news

ગોધરાઃ ઉત્તરાયણના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ઠેરઠેર કાળા બજારીયાઓ અને ગેરકાયદે ફટાકડા, તૂક્કલ, દોરીઓના ધંધાઓ પણ બેફામ એક્ટીવ બન્યા છે ત્યારે ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગાયત્રી  સ્ટોર બગીચા સામે ફટાકડા માકેટ મ્યુનીસીપાલીટી ગોધરાના દુકાન નંબર-૧૦ ખાતેથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી વેચે છે તેવી માહિતીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દુકાનદારને ચાઈનીઝ દોરી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ચાઈનીઝ દોરી ગુજરાતમાં પ્રતિબંધિત છે આવનારા દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આવા લોકો ઓછા નફામાં વધારે કમાવા માટે લોકોના જીવ જોખમમાં નાખી રહ્યા છે. આ દોરીના કારણે અનેક લોકોના ગળા કપાય છે પશુ પંખીઓના પણ જીવ જાય છે તેથી પંચમહાલ પોલીસે પતંગના દુકાનદારો ઉપર તવઈ બોલાવી છે.

નક્કર માહિતીને આધારે કરી રેડ
પંચમહાલ ગોધરા જિલ્લામાં ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરવામાં જાહેર માર્ગો ઉપરથી અવર-જવર કરતા રાહદારીઓ તથા પશુ પક્ષીઓને જીવલેણ ઈજાઓની દુર્ઘટનાઓ મકરસંક્રાંતી દરમિયાન આવતી હોય છે. જે ચાઇનીઝ દોરી તેમજ તુક્કલ પર પ્રતિબંધ હોવા છતા વેચાણ અને સંગ્રહ ન થાય તે માટે જરૂરી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. તે મુજબ એલ.સી.બી.ના પીઆઈ આર.એ.પટેલે સ્ટાફના અધિકારીઓ તથા કમસચારીઓને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા સૂચના કરી હતી. જે પ્રમાણે એલ.સી.બી.ગોધરાની ટુકડીઓ ગોધરા શહેર એ ડીવીઝન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પીએસઆઈ એસ.આર.શમાસને માહિતી મળી કે સંજયભાઇ ઉફે સંજુ છગનલાલ લુહાણા (રહે. શહેરા તા.શહેરા જી.પંચમહાલ) પાસેથી પ્રતતબંધીત ચાઈનીઝ દોરી ખરીદ કરી અને ગાયત્રી ક્રેકસસ અને જનરલ સ્ટોર બગીચા સામે ફટાકડા માકેટ મ્યુનીસીપાલીટીએ આવેલી દુકાન નંબર-૧૦ના દીપકભાઇ રાણા તેઓની દુકાનમાંથી ચાઈનીઝ દોરાનો વેપાર ધંધો કરે છે. પોલીસે મળેલી માહિતી અનુસાર કાર્યવાહી હાથ ધરીને આ સ્થળે રેડ કરી હતી. જ્યાંથી પોલીસે એક શખ્સને ચાઈનીઝ દોરાઓના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કબજે કરેલો મુદ્દામાલઃ-
(૧) ચાઈનીઝ દોરીની રીલ નંગ-૨૦ કિં. રૂ.૪,૦૦૦/-

પકડાયેલા આરોપીનુ નામ-
(૧) દીપકભાઇ રાણા રહે.નવરંગ સોસાયટી ર, નંબર-૫૨ ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ

ફરાર આરોપીનું નામ-
(૧) સંજયભાઇ ઉર્ફે સંજુ છગનલાલ લુહાણા રહે. શહેરા તા.શહેરા જી.પંચમહાલ

    follow whatsapp