ભાર્ગવી જોશી, જૂનાગઢ: સામાન્ય રીતે કલાકારો પર રૂપિયાનો વરસાદ અનેક વખત થતો જોયો છે. પરંતુ નેતા પર કલાકારે રૂપયનો વરસાદ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોમનાથના કોડીનાર તાલુકામાં એક મેગા ઇવેન્ટમાં કિર્તીદાન ગઢવીએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સોમનાથના કોડીનાર તાલુકામાં યોજાયેલ એક કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી ફરીદામીર જેવા કલાકારો ઉપસ્થિત હતા. ત્યારે શિવા સોલંકી કે જે દીનું બોઘા સોલંકીનો ભત્રીજો છે તેના પર કલાકારોએ અધધધ રૂપિયા વરસાવ્યા.
ADVERTISEMENT
શિવા સોલંકીના પુત્ર મીતના મૃત્યુની યાદમાં તેની પુણ્યતિથિએ એક ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નામી કલાકારોએ રમઝટ બોલાવી હતી. કલાકારો આયોજન અને માહોલ જોઈને એટલા ખુશ થઈ ગયા કે શિવા સોલંકી અને પ્રતાપ દૂધાત પર પૈસા વરસાવવા લાગ્યા. એ પણ એક બે બંડલ નહીં પણ કોઠીઓ ભરીને રૂપિયા લાવ્યા હોય તેમ કોઠીઓ ઊંઘી ઠાલવી આ નજારો જોઈ લોકો દંગ રહી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શન અને કોરોનાનું સંક્રમણ વધ્યું, બાળકો માટે ખતરો
ભાજપ કોંગ્રેસ એક સ્ટેજ પર
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બીજી વાત એ પણ ખાસ હતી કે એક જ સ્ટેજ ઉપર ભાજપ અને કોંગ્રેસના નેતા સાથે જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠકનાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ ભાજપના નેતાના ભત્રીજા શીવા સોલંકી સાથે નજરે ચડ્યા હતા. જોકે કલાકારોએ આ બંને વ્યક્તિઓ પર મન મૂકીને પૈસા વરસાવ્યા. શિવા સોલંકી એટલે ગુજરાતના હાઈ પ્રોફાઈલ કેસ અમિત જેઠવા મર્ડર કેસનો મુખ્ય આરોપી છે. અને હાલ જામીન પર છૂટયા છે ત્યારે તેમના પુત્રની પુણ્યતિથિ પર ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT