અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં પોલીસને ઉલ્લુ બનાવનારો નકલી અધિકારી કિરણ પટેલ અમદાવાદનો રહેવાસી છે. કિરણ પટેલે PMO નો અધિકારી હોવાનું કહી Z+ સિક્યોરિટી, બુલેટપ્રુફ એસયુવી ગાડીની સુવિધા પણ મેળવી હતી. અમદાવાદ ખાતે રહેતી કિરણ પટેલની પત્ની માલિની પટેલે મીડિયા સાથે ચર્ચામાં જણઆવ્યું કે, કિરણને ફસાવવામાં આવી રહ્યો છે. તેમની કોઇ બદનામી કરવા માટે આવું કરી રહ્યા છે, કોઇ તેને ટાર્ગેટ કરી રહ્યું છે. તેની પ્રસિદ્ધિ નહી ગમતી હોવાના કારણે તેને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પોલીસે માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ ક્રાઈમબ્રાંચે નોંધેલી ફરિયાદ બાદ માલિની પટેલે હવાતિયાં મારવાનું શરૂ કરી દીધું હતું. માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. વર્ષ 2022માં થયેલા પ્રકરણ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધીહતી. મહાઠગ કિરણ પટેલની પત્ની સામે ફરિયાદ નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. જ્યારે થોડા દિવસ પેહલા કાશ્મીરમાંથી ઝડપાયેલા કિરણ પટેલની હાલ પોલીસ અને વિવિધ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોટિસ સાથે કાશ્મીર પહોંચી હતી અને તેની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરશે, જે બાદ તેને ગુજરાત લાવવામાં આવશે.
આગોતરા જમીન અરજી કરી હતી
કિરણ પટેલની પત્ની માલિની પટેલે પોતાની ધરપકડ પૂર્વેની જામીન અરજી કરી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે પોતાના પરિવારનો મુખ્ય આધાર છે. અને ઘરમાં એકમાત્ર કમાઉ વ્યક્તિ છે. જો તેને કોઈ કાનૂની સુરક્ષા આપવામાં ન આવી તો તેના પરિવારના સભ્યો ભૂખે મરશે. તે નોકરી કરે છે અને તેના ખભા પર પરિવારની સંપૂર્ણ જવાબદારી છે અને તેથી ન્યાયથી ભાગી જવાની કોઈ શક્યતા નથી.
જાણો શું છે મામલો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાઇ હતી. ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડાએ કિરણ પટેલે બંગલાના રીનોવેશન માટે રૂ. 35 લાખ આપ્યા હતા. અને રિનોવેશન દરમિયાન બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાથી ફરિયાદ નોંધવામાં આવી હતી.
જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડાને મહાઠગ કિરણ પટેલ એ PMOના ક્લાસ વન ઓફિસરની ઓળખ આપી હતી. સાથે સાથે પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો..જે બાદ જગદીશ પટેલ એ ઠગ કિરણ પટેલને પોતાનો બંગલો રીનોવેશનનો કોન્ટ્રાકટ આપ્યો હતો. કિરણ પટેલ અને તેની પત્ની માલિની સાથે મળીને સિંધુભવન પાસે આવેલ નિલકમલ ગ્રીન બંગલાના રીનોવેશન ના 35 લાખ રૂપિયા મેળવી લીધા. કામ પૂર્ણ કર્યા બાદ બંગલાના માલિક જગદીશ ભાઈ બહારગામ જતા જ ઠગ દંપતીએ બંગલામાં હવન અને વાસ્તુ પૂજન કરાવ્યું હતું.
અનેક લોકો આવ્યા હતા વાસ્તુમાં
કિરણ પટેલે પચાવી પાડેલ બંગલામાં અનેક લોકો આવી પહોંચ્યા હતા. બિઝનેસમેન અને પોલિટિકલ વ્યક્તિને મહેમાન તરીકે બોલાવી આ બંગલો કિરણ ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે બંગલાની બહાર કિરણ પટેલ એ પોતાના નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવ્યું હતું.આટલું જ નહીં પૂજા કરતા ફોટો અને બંગલાના ફોટો સાથે સિવિલ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો..જેને લઈ જવાહર ચવડાના ભાઈ જગદીશ ચાવડાએ ક્રાઇમ બ્રાંચ ફરિયાદ દાખલ કરી હતી. કિરણ પટેલે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT