કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ, મેટ્રો કોર્ટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો આદેશ

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મેટ્રો કોર્ટે કિરણ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. કોર્ટે…

gujarattak
follow google news

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મેટ્રો કોર્ટે કિરણ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ કરતા આરોપી કિરણ પટેલે કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી. કિરણ પટેલે કરેલી રેગ્યુલર જામીન અરજી પર મંગળવારે મેટ્રો કોર્ટમાં સુનાવણી થશે.

PMO અધિકારી તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં વીઆઇપી સિક્યોરિટી સાથે ફરતા કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. કિરણે પોતે દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી. VIP સુરક્ષા કવચ સાથે તે જમ્મુ કાશ્મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં ફરતો દેખાયો હતો.ત્યારે કિરણ પટેલે ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈનો બંગલો પચાવી પાડ્યો હતો. ત્યારે જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

કિરણ પટેલ કુલ 10 દિવસ રહ્યો રિમાન્ડ પર
મહાઠગ કિરણ પટેલને જમ્મુ કશ્મીરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી હતી. ત્યારે 8 તારીખે તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં 15મી એપ્રિલે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આમ કિરણ પટેલ કુલ 10 દિવસ રિમાન્ડ પર રહ્યા બાદ આજે કોર્ટે તેણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.

પચાવી પાડ્યો હતો ભાજપના નેતાના ભાઈનો બંગલો
કૌભાંડી કિરણ પટેલે રાજકારણીઓના પરિવારજનોને પણ છેતર્યા છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો આલિશાન બંગલો કિરણ પટેલે પચાવી લીધો હતો. જેને લઈ જગદીશ ચાવડાએ ન્યૂઝ પેપરમાં નોટિસ પણ આપી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન્સ બંગલોમાં આવેલો 11 નંબર નો બંગલો જગદીશ ચાવડાનો છે, જે વર્ષોથી અહીં રહે છે. જગદીશ ચાવડાના બંગલોમાં રિનોવેશન દરમ્યાન કિરણ પટેલે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને 18 કરોડના બંગલામાં પોતાના પરિવાર સાથે 500 જેટલા લોકોની હાજરીમાં વસ્તુ પૂજન પણ કર્યું હતું. અને પચાવી પડ્યો હતો.

    follow whatsapp