ઠગ કિરણ પટેલને આજે લવાશે કાશમીરથી અમદાવાદઃ છેતરાયેલા વેપારીઓ ફરિયાદ નોંધાવે

અમદાવાદઃ પીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપી રાજકીય આકાઓની છત્રછાયા હેઠળ કાશમીરમાં વીઆઈપી સગવડો અને પોલીસ બંદોબસ્ત ભોગવતો ઠગ કિરણ પટેલ આજે કાશ્મીરથી અમદાવાદમાં લવાશે. ટ્રાન્સફર…

gujarattak
follow google news

અમદાવાદઃ પીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપી રાજકીય આકાઓની છત્રછાયા હેઠળ કાશમીરમાં વીઆઈપી સગવડો અને પોલીસ બંદોબસ્ત ભોગવતો ઠગ કિરણ પટેલ આજે કાશ્મીરથી અમદાવાદમાં લવાશે. ટ્રાન્સફર વોરંટને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુથી આજે કિરણ પટેલને અમદાવાદ લેતી આવશે. કિરણે અમદાવાદના કેટલાક વેપારીઓ પાસેથી 20થી 50 લાખ જેટલા રૂપિયા પડાવી લીધા હોવાની વાતો પણ સામે આવી છે. ત્યારે પોલીસ આવા વેપારીઓ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવે તેવી તજવીજ કરે છે.

IMD Alert: 5 રાજ્યોમાં ભારે પવન-વરસાદની આગાહીઃ દિલ્હી-NCRમાં ધોધમાર વરસાદ

કિરણની પત્ની ગઈ જેલમાં
કિરણ પટેલ સામે જમ્મુમાં થયેલી ફરિયાદને આધારે પોલીસે ત્યાં તેની ધરપકડ કરી હતી. તેણે ત્યાં વેપારીઓને સારા વળતરની લાલચ આપી જુદા જુદા કાફે, હોટલમાં બોલાવી છેતર્યા હોવાનું સામે આવ્યું હતું. હાલમાં જ સિંધુભવન ખાતેના એક કરોડોના બંગલા પર કબ્જો જમાવવાને લઈને કિરણની પત્ની માલિનીને મેટ્રો કોર્ટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં સોંપી છે. જોકે પોલીસે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. હવે પોલીસ વધારે વેપારીઓ વ્યક્તિઓ કે જે કિરણથી છેતરાયા હોય તેઓ ફરિયાદ કરે તેવી તજવીજમાં છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp