અમદાવાદઃ ગુજરાતી સિંગર કિંજલ દવેની 5 વર્ષ ચાલેલી સગાઈ તૂટી ગયાના અહેવાલો સામે આવ્યા પછી હવે જાણે કિંજલ આ દુઃખમાંથી બહાર આવી ચુકી હોય તે પ્રમાણેનું તેની પહેલી પોસ્ટ પરથી જણાઈ આવે છે. કિંજલ દવે અને પવન જોશીની સગાઈ સાટા લગ્નના રિવાજ હેઠળ થઈ હતી. જોકે સગાઈ તૂટવાનું કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી પરંતુ ચર્ચાઓનું માનીએ તો પવનની બહેન સાથેના કિંજલના ભાઈના સગાઈના સંબંધ તૂટતા હવે કિંજલની પણ સગાઈ તૂટી છે.
ADVERTISEMENT
સાટા સંબંધોમાં કિંજલની સગાઈ તૂટી
સાટા લગ્નનો અર્થ સામ-સામે લગ્ન મતલબ કે કિંજલની જે પવન સાથે સગાઈ થઈ હતી તેની જ બહેનના લગ્ન કિંજલના ભાઈ સાથે કરવાના. આમ બંને પક્ષે બહેનો વળાવાય છે. જોકે આ સગાઈના દૌર વચ્ચે કિંજલની થવા જનારી નણંદ કે જે હવે નહીં થાય તેણે અન્ય કોઈ વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને જેના કારણે કિંજલના ભાઈ આકાશના સંબંધો પુરા થતા હતા. જેથી હવે કિંજલના પણ સંબંધોનો અંત આણવાનો થયો હતો.
હદ છે… સુરતમાં Class-I અધિકારીની સરકારી ગાડીમાં દારુની હેરાફેરી કરતા 3 પકડાયા
કિંજલની આ પોસ્ટ પર યુઝર્સે શું આપ્યા પ્રતિભાવ
કિંજલે આ સગાઈ તૂટ્યા પછી સોશ્યલ મીડિયા પરથી પવન સાથેના તમામ ફોટોઝ દૂર કરી દીધા હતા. હાલમાં જ તેણે સગાઈ તૂટ્યાા પછી પહેલી પોસ્ટ સોશ્યલ મીડિયા પર કરી છે જેમાં તેણે લખ્યું છે કે, જીંદગી તમને જ્યાં પણ રોપે, ખીલો આકર્ષક રીતે, સુભ સવાર. જેના પર ઘણા યુઝર્સના રિએક્શન્સ પણ આવ્યા હતા. જેમાં એક યુઝરે લખ્યું કે જીંદગી છે, ચાલે છે, થાય છે, સક્ષમ બનો. એક યુઝરે લખ્યું કે દરેક સફળ વ્યક્તિની દુખદ કહાની હોય છે, દરેક દુખદ કહાનીના અંતે સફળતા છે. દુખને સ્વિકાર કરી લો અને સફળતા માટે તૈયાર થઈ જાઓ.
(Videos from: instagram.com/stories/thekinjaldave/3056985052703300963/)
ADVERTISEMENT