Khodiyar Maa controversy: રાજકોટની એક સભામાં વ્યાસપીઠ પર બેસીને સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાયના સ્વામી બ્રહ્મસ્વરૂપ (Brahma Swaroop swami) સ્વામી દ્વારા ખોડિયાર માતા (Khodiyar Maa) માટે ટિપ્પણી કરવામાં આવી હતી કે, તેમના મહારાજ જ્યારે ન્હાવા ગયા ત્યારે ખોડિયાર માતા પર પોતાના કપડા નિચોવીને પાણીના છાંટણા કર્યા હતા. આવી વાત સાંભળીને પાટીદાર સમાજ પણ નારાજ થયો હતો. સાથે જો ખોડિયાર માતાને કુળદેવી માનતા ભક્તો પણ નારાજ થયા હતા તો હવે ચારણ કન્યાના અપમાનને લઈને કબરાઉ બાપુ પણ લાલઘૂમ થયા છે. તેમણે કહ્યું કે હું વીડિયો જોઉં છું અને મને ગુસ્સો આવે છે. આ વ્યક્તિ દેશનો નાગરિક નથી, તેને દેશમાં રહેવાનો અધિકાર નથી.
ADVERTISEMENT
આ આતંકવાદી છે, દેશની બહાર કાઢોઃ કબરાઉ બાપુ
કબરાઉ બાપુએ કહ્યું કે, મારા કરતા એ ઉંમરમાં નાનો છે. હરામનું ખાધું હોય તેને પાપ બોલાવે છે. માં અસુરોનો નાશ કરનારી છે. વીડિયો સાંભળું છું અને મને ક્રોધ આવે છે. આ ચારણની દીકરી છે. તેમની બહુ મોટી ગાથા છે. તું અમારી ભગવતી ચારણનું અપમાન કરે છે. રાક્ષસની પેદાસ, તને આ ધરતી પર ઊભા રહેવા લાયક નથી, તને કમોતે આ માતા મારશે. ગમે ત્યારે તારું મોગલ હૃદય બેસાડી દેશે. આ લેઉવા પટેલના કુળદેવી છે માતા ખોડિયાર. મા અસુરોનો નાસ કરનારી છે. 18એ વર્ણ આ માટે બહાર આવશે. જગદંબાની દીકરીનું અપમાન કર્યું છે, આને દેશ બહાર કાઢો, આ આતંકવાદી છે, આ દેશનો નાગરિક નથી, આ દેશમાં રહેવાનો તેને અધિકાર નથી ખદેડો બહાર.
શું કહ્યું હતું બ્રહ્મસ્વરૂપ સ્વામીએ…
રાજકોટના એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે પણ આપણા ભગત થયા એટલે તેમન કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. ઘણા લોકો કુળદેવીને પકડીને રાખે છે મુક્તા જ નથી પણ મુકી દેવા પડે છે કેમ કે કુળદેવી નારાજ થાઈ જશે, નારાજ ના થાય એટલે પગે લાગે.
‘INDIA ને આપ લીડ કરશો’ શ્રીલંકાના રાષ્ટ્રપતિના સવાલ પર બોલ્યા મમતા- જનતાએ સાથ આપ્યો તો…
સ્વામીએ પ્રસંગ કહેતા કહ્યું કે, મહારાજ ન્હાવા ગયા ત્યારે…
બ્રહ્મ સ્વામીએ કહ્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.
ADVERTISEMENT