રાજકોટઃ જમીન, મિલકત, પૈસો બધું જ અહીં છૂટી જવાનું છે અને મૃત્યુ જ એક માત્ર સત્ય હોવા છતા આપણે આ બધા માટે કેવા કેવા દાવપેચ થતા અને કેવી કેવી ઘટનાઓ બનતા જોઈ છે. આપણે સારી રીતે જાણીએ છીએ. જોકે ક્યારેક એવી ઘટનાઓ પણ બને છે જેમાં કાંઈક જુદી જ કહાની જોવા મળતી હોય છે. આ કહાની માણસના ભાવની કહાની હોય છે. આ ભાવ જાણી ગયેલો માણસ તો શું પશું પણ પ્રેમાળ બનતા વાર નથી લાગતી. આવા જ એક ભાવની કહાની ધોરાજીના 90 વર્ષના નંદુબેનની છે. નંદુબેન ડાહ્યાભાઈ પાઘડારે પોતાની 40થી વધારે વિઘા જમીન ખોડલધામ ટ્રસ્ટને આપી દીધી છે. જોકે તેમણે કર્યું તે યોગ્ય છે કે કેમ તે અંગે આપણે ચર્ચા નથી કરી રહ્યા પરંતુ અહીં તેમના સમર્પણ ભાવની વાત છે.
ADVERTISEMENT
નંદુબહેન પોતે સરખી રીતે ચાલી શકતા નથી. ઉંમર ઘણી છે અને હવે પહેલા જેવું શરીર મજબૂત પણ નથી, છતાં તેમના ઈરાદા કોઈ પર્વત જેવા અડીખમ છે. તેમણે સબ રજીસ્ટ્રારની ઓફિસ પર સ્ટ્રેટરમાં આવીને પોતાને 43.5 વિઘા જમીન જ્યારે વસિયતનામામાં લખી આપી હતી ત્યારે આ વાતને જાણી ગયેલા દરેક કાન તેમની તરફ હતા અને તેમનો આ સમર્પણ ભાવ જોવા દરેકની આંખો એક ચીતે તેમને જોવા લાગી હતી.
સ્ટ્રીટ લાઈટ નીચે ભણતા વિદ્યાર્થીઓને જોઈ સુરતના શિક્ષકોએ કર્યું એવું કામ કે તેમનું જીવન બદલાઈ જશે
સબ રજીસ્ટ્રારની કચેરી પર સ્ટ્રેચરમાં પહોંચેલા નંદુબેન આમ તો નાદુરસ્ત છે પરંતુ તેમનું સ્મીત જોઈ કોઈપણ તેમના જીવનની ખુશીને આંગળીના વેઢે ગણી નાખે તેટલી નાનકડી છે. લેઉવા પાટીદાર સમાજના આ વડીલ નંદુબાએ ખોડલધામની ધોરાજી કમિટીના સભ્યોએ પ્રણામ કર્યા હતા. તેમને માતાજીની પ્રતિમા આપીને સન્માનીત કર્યા હતા. નરેશ પટેલ સાથે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ વડીલ નંદુબાની સમર્પણ ભાવનાને પ્રણામ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ જુનાગઢ હાઈવે પર કાગવડ ખાતે બનેલા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામમાં માતાજીનું ભવ્ય મંદિર તો છે જ પરંતુ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય ધામ પણ તૈયાર થઈ રહ્યું છે.
ADVERTISEMENT