Kheda News: ખેડામાં કુદરતી હાજતે જતી પરિણીતા પર વિધર્મીએ નજર બગાડી, મહિલા તાબે ન થતા હાથ કાપી નાખ્યોગળતેશ્વર તાલુકાના સનાદરા ગામમાં ભાભી સાથે કુદરતી હાજતે ગયેલી મહિલા પર વિધર્મી યુવકે નજર બગાડી હતી, પોતાને તાબે થવા દબાણ કરતો હતો. જોકે પરિણીતા તાબે ન થતા વિધર્મી યુવકે ધારિયાથી હુમલો કર્યો હતો. જેમાં પરિણીતાનો હાથ કપાઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
ભાભી સાથે જતી પરિણીતાનો વિધર્મીએ કર્યો પીછો
વિગતો મુજબ, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા સનાદરા ગામમાં 32 વર્ષની પરિણીતા પોતાની ભાભી સાથે ત્રણેક દિવસ પહેલા કુદરતી હાજતે પોતાના ઘરેથી ગામની સીમમાં જવા નીકળી હતી. દરમિયાન ગામમાં જ રહેતા 25 વર્ષના વિધર્મી ફારૂક પઠાણે તેનો પીછો કર્યો હતો અને પરિણીતા પર નજર બગાડી હતી. પરિણીતાનો પીછો કરીને વિધર્મી યુવકે તેને પોતાના તાબે થવા કહ્યું હતું. જોકે મહિલા તાબે ન થતા ગુસ્સામાં આવીને યુવકે ધારિયાથી ગળા પર હુમલો કર્યો હતો. જોકે પરિણીતાએ પોતાનો જીવ બચાવવા હાથ વચ્ચે લાવી દેતા તેનો હાથ કપાઈ ગયો હતો.
મહિલાને સારવાર માટે અમદાવાદ લવાઈ
જે બાદ પરિણીતાને સારવાર માટે તાત્કાલિક અમદાવાદની SVP હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાતા સેવાલિયા પોલીસે આરોપી વિરુદ્ધ અટકાયતી પગલાં ભરી તાત્કાલિક આરોપીને જેલ હવાલે કર્યો છે.
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT