ખેડાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના બીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર મતદાન આજે સોમવારે સાંજે 5 વાગ્યા સુધી થવાનું છે. ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં મતદાન થવાનું છે ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. ગુજરાતના ખેડામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. ખેડાના ગ્રામ્ય વિસ્તારના યુવાનો ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
યુવા મતદારોમાં ઉત્સાહ વધારવા વડીલોએ કર્યા તિલક
ગુજરાતમાં જ્યાં ઘણા ઉમેદવારો 99 વર્ષથી વધુની ઉંમર ધરાવે છે તો ઘણા ઉમેદવારો 18થી 19 વર્ષની વયની વચ્ચે છે. તેમાંથી સાવ નાની વયના મતલબ કે 18થી 19 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 5,96,323 છે. જ્યારે 99 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વડીલ મતદારોની સંખ્યા 5412 છે. ખેડાની ઠાસરા વિધાનસભામાં આવતા સેવાલિયા ગામની અહીં તસવીર દર્શાવાઈ છે. જે યુવાનો સાથે મળીને પોતાના બુથ સેવાલિયા સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે તેઓ ઢોલ અને નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમનો ઉત્સાહ વધારવા વડીલોએ પણ તેમને તિલક ચાંદલા કરીને તેમને ફૂલ તોરા કર્યા હતા.
(વીથ ઈનપુટઃ હેતાલી શાહ, નડિયાદ)
ADVERTISEMENT