Kheda News: ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં તારેજતરમાં પોલીસે કેટલાક મુસ્લિમ યુવકોને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી હતી, જેમાં પોલીસકર્મીઓએ પીડિત યુવકોને વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે પીડિત મુસ્લિમ યુવકોએ વળતર લેવાની ઓફરને ફગાવી દીધી છે.
ADVERTISEMENT
કોર્ટમાં પીડિતોના વકીલે શું કહ્યું?
સમગ્ર મામલે પોલીકર્મીઓ દ્વારા પીડિતોને વળતર ચૂકવીને તેમની સામે કાયદાકીય પગલા લેવાના બદલે સમાધાન કરવાની તક માટે કોર્ટમાં વિનંતી કરી હતી. આ માટે સોમવારે થયેલી સુનાવણીમાં પીડિતોના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમના અસીલને વળતર નહીં પરંતુ ન્યાય જોઈએ છે.
શું હતો સમગ્ર મામલો?
હકીકતમાં 4 ઓક્ટોબર 2022ના રોજ ખેડાના ઉંઢેલા ગામમાં આઠમના નોરતા પર પથ્થરમારો થયો હતો. જેમાં સ્થાનિક લોકોએ કેટલાક લોકોની ધરપકડ કરી હતી અને બીજા દિવસે મસ્જિદ ચોકમાં લઈ જઈને આ યુવકોને થાંભલા સાથે બાંધીને ડંડા વડે માર માર્યો હતો. પીડિતોએ પોલીસ પર ઘરમાં ઘુસીને અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરાઈ હતી.
ADVERTISEMENT