હેતાલી શાહ.આણંદઃ દિવસ રાત પ્રજાની સુરક્ષા માટે કામ કરતી પોલીસની શારીરીક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે હવે ખેડા જીલ્લા પોલીસ એક નવો અભિગમ અપનાવ્યો છે. જેમા પોલીસ કર્મચારીઓ માટે સ્પર્ધાનુ આયોજન કરી પોલીસની ટીમ કૌશલ્ય અને ટીમ વર્કની ભાવનાનો વિકાસ કરવાનો હેતુ રહેલો છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ અને નડિયાદ વિભાગના પોલીસ અધિકારીઓ અને જવાનો વચ્ચે દોરડા ખેંચવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ 24 પોલીસ અધિકારીઓ અને 122 પોલીસ પુરૂષો અને મહિલાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કપડવંજ અને નડિયાદ ડિવિઝન વિભાગમાંથી બે મહિલા ટીમ અને બે પુરૂષોની ટીમોએ ભાગ લીધો હતો.
ADVERTISEMENT
રાજકોટ આતંકી પકડાવાનો મામલોઃ પોલીસને મળી સીક્રેટ એપ્લિકેશન, મળ્યા 14 દિવસના રિમાન્ડ
જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ કહ્યું…
સ્પર્ધાની ફાઈનલમાં મહિલા ટીમ અને કપડવંજ ડીવીઝનની પુરૂષ ટીમે જીત મેળવી હતી. નવા ભરતી થયેલા તાલીમાર્થીઓમાં સ્કવોડ નંબર પાંચ વિજયી બની હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી હતી. તેમણે કહ્યું કે આવી સ્પર્ધાઓ પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને તેમને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે, પોલીસ કર્મચારીઓ હંમેશા સ્વસ્થ હોવા જોઈએ જેથી તેઓ તેમની ફરજ વધુ સારી રીતે નિભાવી શકે.
આજે આ સ્પર્ધા દરમ્યાન પોલીસ કર્મચારીઓ એક અલગ જ અંદાજમા જોવા મળ્યા હતા. નડીયાદ ડિવીઝનના ડી વાય એસ પી વી.આર.બાજપેયી તથા કપડવંજ ડીવીઝનના ડી વાય એસ પી વી.એન.સોલંકી પણ સ્પર્ધામા જોડાયા હતા. અને કર્મચારીઓ સાથે મળી સ્પર્ધા માણી હતી. ત્યારે આ સ્પર્ધાનું આયોજન પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીય પહેલ છે. આવી સ્પર્ધાઓ એક પ્રકારનું મનોરંજન છે જે પોલીસ કર્મચારીઓને તણાવમાંથી મુક્ત કરે છે.
ADVERTISEMENT