Kheda News: ખેડા જિલ્લામાં શ્રાવણના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે ઠાસરા નગરથી નીકળેલી શિવજીની શોભાયાત્રા પર અચાનક પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ ઠાસરા પોલીસને થતાં આસપાસના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જિલ્લા એસપી રાજેશ ગઢિયા, ડીવાયએસપી વી.આર.બાજપાઈ પણ ઠાસરા પહોંચી ગયા હતા. અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. દરમ્યાન પોલીસે આ મામલે 3 FIR નોંધી છે. જેમાં કુલ 17 લોકો અને 50 જેટલા એક ટોળા સામે બીજા પક્ષ તરફથી ફરિયાદ નોંધાઈ હતી. તો પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે 3 લોકો અને લગભગ 70 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે અન્ય ટોળાએ પક્ષ દ્વારા બીજા હજારથી 1500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે ગઈકાલે શ્રાવણના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે ઠાસરા શહેરના વડોદ રોડ સ્થિત નાગેશ્વર મહાદેવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે શોભાયાત્રા બપોરે નીકળી હતી અને શહેરના બજાર વિસ્તારમાં જૂના બસ સ્ટેન્ડ પર પહોંચી હતી. આ દરમિયાન મદ્રેશા અને મસ્જિદ બંને એક જ બિલ્ડિંગમાં હતા, તેની નજીક અચાનક પથ્થરમારો થતાં શોભાયાત્રામા હાજર શ્રદ્ધાળુઓ ભાગી ગયા હતા. પથ્થરમારાના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. એવું જાણવા મળ્યું છે કે કોઈ મુદ્દે બંને પક્ષો વચ્ચે મામલો બિચક્યો બન્યો, અને તેને લઈ પથ્થરમારો શરૂ થઈ ગયો. ઘટના બાદ ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત જિલ્લાની એલસીબી અને એસઓજી પોલીસનો કાફલો પણ ઠાસરા પહોંચ્યો હતો. સ્થિતિ વધુ તંગ બને તે પહેલા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. આ તરફ જિલ્લા એસપી રાજેશ ગઢિયા અને ડીવાયએસપી વી.આર. બાજપેયી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસની સાથે ફાયર બ્રિગેડને પણ તૈયાર રાખવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે બે સમુદાયના લોકો વચ્ચે કોઈ બાબતે મતભેદ થયો હતો ત્યારે પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના કારણે બજારમાં રસ્તા પર માત્ર પથ્થરો જ દેખાતા હતા. શોભાયાત્રામાં ભાગ લેનારા લોકોના પગરખાં પણ રસ્તા પર જોવા મળ્યા. આ ઘટનામાં લારી રોડ પર પલટી ગઈ હતી. બે વાહનોને પણ નુકસાન થયું હતુ.આ ઘટનામાં 3 પોલીસ કર્મચારીઓ અને 3 સ્થાનિક લોકો ઘાયલ થયા છે.
Anantnag Encounter News: અનંતનાગમાં માર્યો ગયો એક આતંકી, સેનાને ડ્રોનથી દેખાઈ લાશ
આજે ઠાસરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 1 ડીએસપી, 1 ડીઆઈએસપી, 4 પીઆઈ, 24 પીએસઆઈ, 150થી વધુ પોલીસકર્મીઓ, એલસીબી ટીમ, એસઓજીની ટીમ ઠાસરામાં તૈનાત છે. તેમજ આજે ઠાસરા પોલીસ દ્વારા ઘટના સ્થળના પંચનામાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ ગઈકાલે તીન બત્તી નજીક, મદરેસા અને મસ્જિદ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે નજીકમાં એક જ બિલ્ડિંગમાં છે. પોલીસે મદ્રેસા અને મસ્જિદની તપાસ કરી હતી. તપાસ દરમિયાન, મસ્જિદમાંથી મોટી માત્રામાં મેટલ પથ્થરો મળી આવ્યા હતા. પાછળના ભાગેથી પણ મોટી માત્રામાં પથ્થરો મળી આવ્યા છે, જો કે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ પથ્થરો ઘણા જૂના હતા, હવે પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ આ ઘટનામાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, શું આ કોઈ સાજીશ હતી ? શુ આ પૂર્વ આયોજિત હતું? શિવજીની યાત્રા પર શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો? શું આની પાછળ કોઈ બહારના લોકો પણ સામેલ છે? હાલ આ તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે.
ત્યારે ગઈકાલથી લઈને આજદિન સુધી પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરીને પથ્થરમારો કરશારાઓની ધરપકડ કરી છે. જેમાં પોલીસે શિવજીની યાત્રા પર પથ્થરમારો કરનારા 11 મુસ્લીમ સમુદારના લોકોની ધરપકડ કરી છે. જેમાંથી બે ઠાસરાસરા નગરપાલિકાના સભ્ય છે.
આ શખ્સોની થઈ છે ધરપકડ
1 મુહમ્મદ અબરાર રિયાઝુદ્દીન સૈયદ (કાઉન્સિલર )
2 અસ્પાકભાઈ મજીમીયાં બેલીમ
3 જયદ અલી મોહમ્મદ અલી સૈયદ
4 રૂકમુદ્દીન રિયાકત અલી સૈયદ (કાઉન્સિલર )
5 ફિરોઝ મજીદખાન પઠાણ
6 સૈયદ નિયાઝઅલી મહમૂદઅલી
7 પઠાણ ઈમરાનખાન અલીખાન
8 સૈયદ ઇર્શાદઅલી કમરઅલી
9 સૈયદ શકીલ અહમદ આસિફ અલી
10 મલેક સાબીરહુસેન અહમદમીયા
11 જુનેદ
12 સંજય ઉર્ફે આકાશ શનાભાઈ પરમાર
13 મહેશકુમાર સુરેશકુમાર પરમાર
14 અનિલ રમણભાઈ પરમાર
15 વિજય શનાભાઈ પરમાર
16 રાજેન્દ્ર ફૂલસિંહ વસાવા
17 પોલીસે તમામની ધરપકડ કરી છે.
Gujarat Assembly news: પબ્લિક યુનિવર્સિટી બિલ ગૃહમાં રજૂ કરાયું, તમામ યુનિ. સરકાર હસ્તક
અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં કુલ 16 લોકોની ધરપકડ કરી છે, જેમાં અહીં દર્શાવેલા પ્રથમ 11 લોકોને કોર્ટે રિમાન્ડ 2 દિવસના આપ્યા છે જ્યારે બીજા 5 સામે કાર્યવાહી ચાલુ છે.
ગઈકાલે ઠાસરા ખાતે શિવાજીની સવારી પર પથ્થરમારાની ઘટના બની હતી. ત્યારબાદ મદરેસામાંથી પથ્થરમારો થયા બાદ શોભાયાત્રામા હાજર લોકોએ પણ સામે પથ્થરમારો કર્યો હતો. અને બંને જૂથ સામસામે આવી ગયા હતા. જેમાં મદરેસા અને દરગાહમાં પણ ઘણું નુકસાન થયું હતું.
આજે શિવજીની યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ ઠાસરાના પ્રાંત અધિકારીએ નગરપાલિકાને હંગામી ગેરકાયદે બાંધકામની માપણી કરવા આદેશ કર્યો છે. જેના કારણે ઠાસરામાં બુલડોઝર ફરવાની વાતે જોર પક્ડયુ છે. કારણ કે ભગવાન શિવની સવારી દરમિયાન ત્યાંથી પથ્થરમારાની ઘટના બની હતી. જેથી આવી ઘટનામા જેમ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી અગાઉ પણ કરાઈ હતી. તેમ અહી પણ બુલડોઝર વડે ગેરકાયદે બાંધકામ દુર કરવામાં આવે તેવી શકયતા છે.
હાલ પોલીસની સતર્કતાને કારણે ઘટનાની જાણ થતાં જ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. અને ઠાસરામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દળ પણ શિફ્ટ વાઇઝ સુરક્ષા માટે તૈનાત છે. અને જનજીવન પણ સામાન્ય થઈ ગયું છે.
(હેતાલી શાહ, આણંદ)
ADVERTISEMENT