Kheda News: ખેડા જિલ્લાનું ફુડ વિભાગ ઊંઘતું ઝડપાયું છે, તેના કારણે જ ગાંધીનગર ફૂડ વિભાગની ટીમને સ્થાનિક લોકો દ્વારા ફૂડમાં થતી ગેરરીતિઓ અંગે કમ્પ્લેન કરવાની ફરજ પડે છે. અને ત્યારબાદ ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા જિલ્લામાં રેડ કરીને અખાદ્ય જથ્થો પકડવામાં આવે છે. આજે પણ ગાંધીનગર ફુડ વિભાગની ટીમને બાતમી મળી હતી કે, ખેડા જિલ્લાના નડિયાદના સલૂન તળપદ માં આવેલ ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ બનાવતી કંપનીમા અખાદ્ય ઘી એટલે કે ઘી મા ભેળસેળ કરવામા આવી છે. જેના આધારે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ, સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સ્થળ પરથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં હાર્ટ એટેક (Heart Attack) ની વધતી જતી ઘટનાઓની વચ્ચે ભેળસેળીયા ખાદ્યપદાર્થોનો ધંધો પણ બેફામ બન્યો છે.
ADVERTISEMENT
અગાઉ હળદર, મરતા, ઘી, પનીર, ધાણાજીરું પણ નકલી પકડાયું
ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભેળસેળ યુક્ત અને અખાદ્ય વસ્તુઓ બની રહી હોવાનું અને વેચાણ થતુ હોવાની ઘટના સામે આવી રહી છે. પહેલા હળદર, મરચુ, ધાણાજીરૂ અને હવે ઘીમા ભેળસેળ થતુ હોવાનું સામે આવી રહ્યુ છે. જેમા ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન કચેરીને બાતમી મળી હતી કે, નડીયાદના સલુણ તળપદમાં આવેલી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમા ઘી મા ભેળસેળ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયાની ટીમે સ્થાનીક ફૂડ વિભાગને સાથે રાખી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમા રેડ કરવામા આવી હતી અને પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું. આ વેપારી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને ઘી બનાવવાનો ધંધો /વેપાર કરે છે. ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી ઘીના બે નમૂનાઓ તેમજ બે વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જ્યારે બાકીનો આશરે ૧૪૬૨ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૪,૦૫,૮૬૪ થાય છે, તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
Gujarat Rain: ગુજરાતથી ચોમાસાની થશે અલવિદાઃ જાણો શું કહે છે હવામાન નિષ્ણાંત
સ્થાનીક ફૂડ ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી
આ અંગે ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા એ જણાવ્યુ કે,” ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી અંદાજે રૂા. ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાાદ્ય પદાર્થોમાં ભેળસેળની સઘન તપાસ હાથ ધરવામા આવે છે. જેના ભાગરૂપે વડી કચેરીની ફ્લાયિંગ સ્ક્વોડ અને નડિયાદની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા આ વેપારી ઘીમાં ભેળસેળ કરે છે તેવી તંત્રને મળી હતી અને બાતમીનાં આધારે રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી ઘીના બે નમૂનાઓ તેમજ બે વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જ્યારે બાકીનો આશરે ૧૪૬૨ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૪,૦૫,૮૬૪/-થવા જાય છે, તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
મહત્વની બાબત એ છે કે, સ્થાનિક ફૂડ વિભાગની ટીમ ખાદ્ય પદાર્થોમા ભેળસેળ કરનાર વેપારી કે ફેકટરીઓમા શા માટે રેગ્યુલર તપાસ નથી કરતી, અને નાગરીકોને સ્થાનીય ફૂડ વિભાગની જગ્યાએ ગાંધીનગર ફૂડ વિભાગની ટીમને શા માટે ફરીયાદ કરવામા આવે છે? શું સ્થાનીક ફૂડ વિભાગ કોઈની ફરિયાદ પર નક્કર કામગીરી નથી કરતુ? આ સવાલ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અને જો આમ ને આમ રહ્યુ તો ખેડા જીલ્લો અખાદ્ય વસ્તુઓ બનાવવાનુ અને વેચવાનું હબ બની જાય તોય નવાઈ નહીં રહે તેમ જાગૃત જનો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT