હેતાલી શાહ મહેતા.ખેડાઃ ભાજપ દ્વારા વિવિધ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા માગતા દાવેદારોના નામો અને તેમની દાવેદારી કેટલી દમદાર છે તેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં કુલ છ વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી છે. પાર્ટીના ત્રણ નિરીક્ષકો દ્વારા આ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. અહીંના માતર તાલુકામાંથી કુલ 15 દાવેદારો દ્વારા દાવો રજૂ કરવામાં આવ્યો છે. જેમાં એક પીઆઈનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
PIની સાથે સાથે આ અગ્રણીઓએ પણ માગી ટિકિટ
ખેડા જિલ્લામાં છ બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન માત્ર માતરતાલુકામાંથી જ 15 વ્યક્તિઓએ ટિકિટ માટે દાવેદારી કરી હતી. માતરના અસામલી ગામના વતની અને ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ (પોલીસ ઈન્સપેક્ટર) રાજેશ મુધવાએ પણ ભાજપમાંથી ટિકિટ માગી છે. તેઓ વર્ષ 2010માં ડાયરેક્ટ પીએસઆઈની ભરતીમાંથી પોલીસ સેવામાં જોડાયા હતા જે પછી તેઓ પ્રમોશન મેળવીને પોલીસ ઈન્સપેક્ટર બન્યા હતા. જોકે તેમની સાથે સાથે માતર વિધાનસભા પર જનકસિંહ ઝાલા, રાજેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, કલ્પેશ પરમાર, અજીતસિંહ વાઘેલા, કનુ મકવાણા, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, દિપ્તેશ બ્રહ્મભટ્ટ, વિશ્વજીતસિંહ રાવલ, માતર તાલુકા ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ અજીતસિંહ ગઢવી, ધવલકુમાર બ્રહ્મભટ્ટ, જયેશકુમાર પટેલ, વિપુલ પટેલ અને મેહુલકુમાર વાઘેલાએ પણ દાવેદારી કરી છે.
મહુધા બેઠક પર 23 દાવેદારોએ ટિકિટ માગી
આ ઉપરાંત મહુધા બેઠકની વાત કરીએ તો મહુધા બેઠક પરથી ઉદેસિંહ પરમાર, ભાજપ બક્ષીપંચ મોરચાના નેતા પ્રદિપ દલવાડી, હિનાબેન વાઘેલા, મનિષાબેન પરમાર, અંબાલાલ વાઘેલા, સુરેશભાઈ વાઘેલા, મુકેશસિંહ સો.પરમાર, બળવંતસિંહ વાઘેલા, સંગીતાબેન વાઘેલા, પ્રવિણકુમાર શર્મા, ચિરાગ પટેલ, વિધિબેન પટેલ, ધીરજસિંહ પરમાર, મહેશ પટેલ, આશિષકુમાર પટેલ, રાજેશ જાદવ, નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહિડા, અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ચૂંટણી લડી ચુકેલા ભારતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સોઢા, ચેતનકુમાર વાઘેલા, બુધાભાઈ વાઘેલા, નટવરસિંહ સો.પરમાર અને પ્રભાતસિંહ ઝાલા એમ કુલ 23દાવેદારોએ ટિકિટ માટે નિરીક્ષકો સામે દાવો રજૂ કર્યો છે.
ઠાસરા બેઠક પર પણ દાવેદારોનો મધપુડો
ખેડા જિલ્લાની ઠાસરા વિધાનસભા બેઠક માટે પણ 19 નામો નિરીક્ષકોના સામે આવ્યા છે. આ નામોમાં રાજેશ ત્રંબોડી, અમુલ આણંદ ડેરીના ચેરમેન એવા રામસિંહ પરમાર કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તેમના પુત્ર યોગેન્દ્રસિંહ પરમાર જેઓ પણ હાલમાં એપીએમસી ઠાસરાના ચેરમેન, રાજેન્દ્રસિંહ સોલંકી, પૂર્વ બિન શૈક્ષણિક અનામત નિગમના ઉપાધ્યક્ષ વિમલ ઉપાધ્યાય, અમરસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ અને પંચાયત પરિષદ પ્રમુખ નયનાબેન પટેલ, સબુરસિંહ ખાંટ, મહેશ પરમાર, પ્રવિણસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ જલાનગર લક્ષ્મણસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, દિપસિંહ રાઠોડ, શૈલેષ પટેલ, ચંદ્રકાંત પટેલ, દિપકકુમાર સેવક, અંબાલાલ પરમાર, હાર્દિક પટેલ, બળદેવભાઈ જોષી અને સુરેશ ઝાલાએ ટિકિટ માગી છે.
કપડવંજ બેઠકની ટિકિટ પર 30 દાવેદારોએ હાથ ઊંચો કર્યો
કપડવંજ બેઠક માટે ભાજપમાંથી કોણ કોણ ટિકિટના દાવેદાર છે આ માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા દ્વારા પક્ષ સામે 30 જેટલા નામો આવી ગયા હતા. જેમાં પૃથ્વીસિંહ ચૌહાણ, રમેશ પટેલ, ધુળાભાઈ સોલંકી, ચીમન પટેલ, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટ, પ્રભાતસિંહ પરમાર, હસમુખ પરમાર, પ્રવિણ ડાભી, જયેશ પટેલ, મહિના પહેલા જ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકેનો કાર્યભાર છોડી ભાજપમાં આવેલા રાજેશ ઝાલા, પ્રકાશ પ્રજાપતિ, રાજેશ પટેલ, કરણસિંહ ડાભી, બંસીલાલ પ્રજાપતિ, રાજેન્દ્રસિંહ ઝાલા, જીતેન્દ્ર ચૌહાણ, જગદીશ ઝાલા, પંકજ ઝાલા, રાકેશસિંહ સોલંકી, સ્નેહલસિંહ સોલંકી, પ્રવિણસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય અને અગાઉની ચૂંટણીમાં લડ્યા પછી હાર મેળવનાર કનુભાઈ ડાભી, ભુપેન્દ્ર પટેલ, મુળરાજસિંહ સોલંકી, લક્ષ્મણસિંહ ડાભી, કપડવંજ નગરપાલિકાના કાઉન્સિલર અને નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન એવા નિમેષસિંહ જામ, દિપક ડાભી, કપડવંજ એપીએમસીના ચેરમેન અને કપડવંજના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ પટેલના પુત્ર નિલેશ પટેલ, તોરલબેન પટેલ અને ઈન્દીરાબેન પટેલનો સમાવેશ થાય છે.
મહેમદાબાદ અને નડિયાદ બેઠક માટે આ દાવેદારોએ નામ નોંધાવ્યા
મહેમદાબાદ બેઠક માટે દિપીકાબેન ચૌહાણ, અમિતકુમાર ડાભી, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ભાજપ ડોક્ટર સેલના નેતા ડો. ઘનશ્યામ સોઢા, નટવરસિંહ ચૌહાણ, અજીતસિંહ ડાભી, ભાજપ તાલુકા મંત્રી અને સામાજિક આગેવાન ભાવેશ રાવલ, પ્રવિણસિંહ ચૌહાણ, નીતાબેન ચૌહાણ અને જયેશ પટેલે ટિકિટ માટે દાવો કર્યો છે. ઉપરાંત નડિયાદ બેઠક માટે ભાજપમાંથી ટિકિટ માગનારાઓમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને કેડીસીસી બેન્ક ચેરમેન વિપુલ પટેલ, ધારાસભ્ય પંકજ દેસાઈ, પ્રદેશ ભાજપ મંત્રી જહાન્વીબેન વ્યાસ, નિખીલ પટેલ, સંજય દેસાઈ, મુકુંદ દેસાઈ, પૂર્વ ભાજપ સાંસદ કે ડી જેસ્વાણીના પુત્ર વિશાલ જેસ્વાણી, નિલેશ શાહ, પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ નગર પાલિકા પ્રમુખ દિપલબેન પટેલ, પૂર્વ કાઉન્સિલર મિરાજ પટેલ અને અગાઉ ટિકિટ માગી ચુકેલા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાજનભાઈ દેસાઈ, કાઉન્સિલર સંજય પટેલના નામનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT