અમદાવાદ: ગુજરાતમાં ભાજપે બે જિલ્લાનું સંગઠન વિખેરી નાંખ્યું છે. વડોદરા અને ખેડા જિલ્લાના અધ્યક્ષ દ્વારા સ્વૈછિક રાજીનામું આપતા મુખ્ય સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે. બંને જિલ્લાના પ્રમુખે સ્વૈછિક રાજીનામા આપ્યા છે. ત્યારે બંને જિલ્લા પ્રમુખના રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યા છે. ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે તેવો પત્ર કમલમ માંથી મોકલવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન આજે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. બંને જિલ્લાના અધ્યક્ષ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રાજીનામું ધરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન બંનેના રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે જ ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે.
કમલમ માંથી આપવામાં આવી જાણકારી
ખેડા જિલ્લાનું સમીકરણ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા તથા વડોદરા જિલ્લામાં સંગઠનમાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે રાજીનામું આપ્યું છે. અને હવેથી ખેડા જિલ્લામાં નવેસરથી આખું નવુ સંગઠન રચવાની તૈયારીઓ ભાજપ સંગઠને આરંભી દીધી છે. મહત્વનું છે કે, વિપુલભાઈ પટેલ તાજેતરમાં જ અમૂલની ચૂંટણી યોજતા અમૂલના ચેરમેન પદે ચૂંટાયા હતા. વિપુલભાઈ પટેલ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન છે. સાથે જ આણંદ રીઝનલ કો-ઓપરેટીવ સીડ્સ ગ્રોસર્સ યુનિયન લિમિટેડના ચેરમેન છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર છે. કૃષક ભારતી કો ઓપરેટિવ લિમિટેડ રિપ્રેઝન્ટેટિવ ઓફ જનરલ બોડીમાં પણ તેઓ સભ્ય છે.
પહેલા જ રાજીનામુ આપવાનો આપ્યો હતો સંકેત
જ્યારે વિપુલભાઈ પટેલ અમુલ ડેરીના ચેરમેન પદે ચૂંટાયા ત્યારે જ તેમણે એક ઈશારો આપી દીધો હતો કે પક્ષ કહેશે એ પદ હું નિભાવીશ, પક્ષ કહેશે એ પદ હું છોડી દઈશ. એટલે આ બધી જવાબદારીને લઈને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદે વિપુલભાઈ પટેલે રાજીનામું આપ્યું હોય તેમ હાલ ચર્ચાઈ રહ્યું છે. જોકે વિપુલભાઈ પટેલ જિલ્લા પ્રમુખ બન્યા ત્યાર બાદ ખેડા જિલ્લાની છ એ છ વિધાનસભા બેઠકની ચૂંટણી હોય કે પછી સહકારી સંસ્થાઓની ચૂંટણી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમામ ચૂંટણીમાં ભાજપે પોતાનો ભોગવો લહેરાવ્યો છે. એવામાં હવે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ કોણ બને છે અને જિલ્લામાં ભાજપની સ્થિતિ કેવી રહેશે તે જોવું રહ્યું.
વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષનું રાજીનામું
વડોદરા જીલ્લા પ્રમુખ અશ્વિન પટેલે પણ રાજીનામું આપ્યું છે. તેઓ વાઘોડિયા બેઠક ઉપરથી ભાજપાના ઉમેદવાર પણ હતા જેઓ હારી ગયા હતા. કયાકારણોસર તેઓએ રાજીનામું આપ્યું કારણ અકબંધ છે. પરંતુ ચુંટણી ટાણે તેઓ સામે ખર્ચ બાબતે આક્ષેપો થાય હોવાની ચર્ચા ચાલી હતી.
(વિથ ઈનપુટ: હેતાલી શાહ- ખેડા, દિગ્વિજય પાઠક- વડોદરા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT