દિગ્વિજય પાઠક, વડોદરાઃ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.અનેકવાર ડેરીમાં ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. સરકારને પત્ર પણ લખી ચૂક્યા છે. અને આટલુ પૂરતુ ન હોય તેમ સરકારને અલ્ટીમેટમ પણ આપી ચૂક્યા છે. પરંતુ કોઈ પગલા સરકાર પક્ષે કે બરોડા ડેરીના સત્તાધીશ પક્ષે ન આવતા આજે પશુપાલકોના હિતમાં પ્રતિક ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રાજ્યમાં સહકાર ક્ષેત્રે પણ હવે આંદોલનો થવાની શરુઆત થઈ ચૂકી છે. ભ્રષ્ટાચાર ન માત્ર સરકારી પણ સહકારી ક્ષેત્રના મૂળ સુધી પ્રવેશી ચૂક્યો છે. એ ભ્રષ્ટાચાર સામે હવે લડતો શરુ કરવામાં આવી રહી છે. સુરતની સુમુલ ડેરીનો વિવાદ માંડ-માંડ શાંત પડ્યો ત્યાં વડોદરાની બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ વિવાદને ખુલ્લો પાડનાર બીજુ કોઈ નહીં પરંતુ સત્તા પક્ષના ધારાસભ્ય કેતન ઈનામદાર ખુદ છે. અનેકવાર ડેરીમાં ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. સરકારને પત્ર પણ લખી ચૂક્યા છે. અને આટલુ પૂરતુ ન હોય તેમ સરકારને અલ્ટીમેટમ પણ આપી ચૂક્યા છે. પરંતુ કોઈ પગલા સરકાર પક્ષે કે બરોડા ડેરીના સત્તાધીશ પક્ષે ન આવતા આજે પશુપાલકોના હિતમાં પ્રતિક ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે.
પરિણામ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
અલ્ટીમેટમ આપવા છતાં કોઈ પગલા લેવા ન આવતા કેતન ઈનામદાર આકરાપાણીએ જોવા મળ્યા હતા. આ પ્રતિક ધરણા પર તેમને ધમકીના સ્વરમાં કહ્યું હતું કે હજુ તો આ શરુઆત છે. આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરુપ ધારણ કરશે. બરોડા ડેરીના નિયમાક મંડળ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ડેરીનું નિયામક મંડળ પોતાની જાતને શાણું સમજે છે, તેમને એવુ લાગે છે કે અમે જ સાચા છીએ. સાથે ડેરી તો ભાવ આપે છે પણ લોકોને ઓછુ લાગે છે. જમીની હકીકત જાણવા માટે કેમ ડેરી નિયામક મંડળ તૈયાર નથી. જે ગેરરીતિ હશે તે સરકારમાં પણ રજૂઆત કરીશું. પરિણામ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માટે કેતન ઈનામદાર મક્કમ છે.
સત્તાધીશો માની જાય તો સારુ
આ ઉપરાંત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ આ પ્રતિક ધરણામાં પશુપાલકો અને કેતન ઈનામદારનો સાથ આપ્યો હતો.તેમણે કહ્યું હતું કે દૂધ ઉત્પાદકોને જ્યાં સુધી ભાવ વધારો ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સત્તાધીશો વહેલા માની જાય તો આ ધરણા બંધ થઈ જાશે પરંતુ જો સત્તાધીશો નહીં માને તો આ ધરણા યથાવત ચાલુ રહેશે. જો પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળતા હોત તો અહીંયા ધરણા પર બેસવાની જરુરત જ શા માટે પડત ?
પાટીલને પણ કરી હતી રજૂઆત
બરોડા ડેરીના વ્યાપક કૌભાંડ સામે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેન્દ્ર ઈનામદાર જ નહી પરંતુ વાઘોડિયાના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ વાઘેલા પર ઉપવાસ પર ઉતર્યા છે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવા મુદ્દે પ્રતીક ધરણા પર ઉતર્યા છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય કેતન ઈનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અક્ષય પટેલ સહિતના ધારાસભ્યોએ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. એ વખતે જ કેતન ઈનામદારે અલ્ટીમેટમ આપ્યું હતું કે,અમે ડેરીના સંચાલકોને આવતીકાલે બાર વાગ્યા સુધીનો અલ્ટીમેટમ આપ્યું છે જો નીવોડો ન આવે તો ડેરીના ગેટ સામે પ્રતિક ધરણા ચાલુ કરવામાં આવશે અને સત્તાધીશોને ચીમકી આપી હતી કે,આનું સમાધાન નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે.
આ પણ વાંચોઃ કુમાર કાનાણી Vs બસ ઓપરેટર્સઃ સુરતમાં નહીં પ્રવેશે એક પણ લક્ઝરી બસ, લોકોનો બંને તરફ મરો
શું હતો સમગ્ર કેસ
બરોડા ડેરી પર કેતન ઈનામદારે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા,ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે.તેમણે કુલ 19 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા હતા.
બરોડા ડેરી પર શું આક્ષેપ થયા હતા ?
-ડેરીમાં ભ્રષ્ટાચારની સાથે દૂધમાં પાણીની પણ ભેળસેળ થાય છે.
– બરોડા ડેરીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયામાં લાખોનો ભ્રષ્ટાચાર
– 24 લાખનું ટેન્ડર 29 લાખ રૂપિયામાં આપ્યું
– 29 લાખના ટેન્ડરને બે વખત રીન્યુ પણ કરાયું
– ચીઝ કેટલના ટેન્ડરમાં 37 લાખના ભ્રષ્ટાચારના આક્ષેપ
– બરોડા ડેરીના ડિરેક્ટર પોતાના સગાઓને નોકરી પર રાખે છે
– મોટા મોટા પદ પર ડિરેક્ટરોના સગાઓને નોકરી અપાઈ
– જી.બી.સોલંકી સહિતના સગાઓને ખોટી રીતે નોકરી અપાઈ
– ડેરીમાં રમેશ બારીયાના સગાઓને પણ ખોટી રીતે નોકરી અપાઈ
– ડેરીના કોલ્ડ સ્ટોરેજના મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
– બોડેલી કિલિંગ સેન્ટરમાં વધારાનું લાઈટ બિલ ચૂકવવાનો આરોપ.
– 2022માં મેનેજર,આસિસ્ટન્ટ મેનેજરની જરૂર ના હોવા છતાં ભરતી કરવાનો આરોપ
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT