કેતન બારોટ: પોતાના રોયલ ખર્ચ પુરા કરવા ગરીબ વિદ્યાર્થીઓના જીવન સાથે રમત કરતો

અમદાવાદ : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા વહેલી સવારે અચાનક રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે ફરી સાબિત કરી દીધું…

gujarattak
follow google news

અમદાવાદ : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા વહેલી સવારે અચાનક રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે ફરી સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ ‘ફેલ’ છે. તેઓ દાવા ભલે ગમે તેવા કરે પરંતુ પેપર ફુટી જ જાય છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ભરતી બોર્ડે તો એજન્સીનું નામ આપીને હાથ જ ઉંચા કરી લીધા હતા. જે પરીક્ષા રદ થઇ તે મુદ્દે પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારનું નિવેદન શરમજનક નિવેદન પણ સામે આવ્યું હતું.

પેપરલીક મુદ્દે ચોંકાવનારો ઘટનાક્રમ
જો કે બીજી તરફ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે એક પછી એક ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આંતરરાજ્ય ગેંગ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ અલગ અલગ રાજ્યની ગેંગો સાથે સંકળાયેલા છે. ઝડપાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર શેખર અને પ્રદીપ નાયક છે. પેપરલીકમાં કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું પણ નામ પણ સામે આવ્યું છે. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરીની સંડોવણી સામે આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા ક્લાસીસ પર મોડી રાત્રે ATSની ટીમે દરોડા પાડ્યા હતા. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આંતરરાજ્ય ગેંગ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ વિવિધ રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર શેખર અને પ્રદીપ નાયક છે. પેપરલીકમાં કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું પણ નામ સામે આવ્યું છે. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરીની સંડોવણી સામે આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા ક્લાસીસ પર મોડી રાત્રે ATSની ટીમ ત્રાટકી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

બાયડનો આરોપી કેતન બારોટ વિદેશમાં પણ વિદ્યાર્થી મોકલે છે
બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. વૈભવી ગાડીઓનો શોખીન કેતન બારોટ હાલ પોલીસ ગિરફ્તમાં છે. મહત્વનું છે કે, 9 વર્ષથી બિનકાયદેસર એડમિશની દુનિયામાં કેતન બારોટ ખુબ જ મોટું નામ છે. બોગસ એડમિશન મામલે કેતન બારોટ અગાઉ જેલમાં રહી ચુક્યો છે. કેતન બારોટ આ આરોપી દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે.

પેપરલીક મુદ્દે જ અગાઉ જેલમાં પણ જઇ ચુક્યો છે કેતન
અગાઉ પણ પેપરલીક કાંડનો આરોપી કેતન બારોટ જેલમાં રહી ચૂક્યો છે. કોઇ પણ પેપર હોય તેને ફોડવામાં કેતનની માસ્ટરી છે. કેતન વૈભવી કારોનો શોખીન છે. તેના અનેક રોયલ ગાડીઓ સાથેના ફોટા પણ હાલ વાયરલ છે. દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધા ચલાવે છે. તે માત્ર અહીંના પેપર ફોડવા કે એડમિશન અપાવવા નહી પરંતું વિદેશમાં પણ આ ગોરખધંધા ચલાવે છે. કોઇ પણ દેશ કોઇ પણ કોર્સ પૈસા આપો એટલે તે તમને એડમિશન અપાવી દેતો હોવાનો દાવો કરે છે. બાયડ અને અમદાવાદ ખાતે કેતન બારોટ સંપત્તિ ધરાવે છે. હાલમાં સમગ્ર મામલે ગુજરાત એટીએસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
(વિથ ઇનપુટ હિતેશ સુતરિયા)

    follow whatsapp