કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે, વડોદરામાં પેરેંટ્સ અને ટીચર્સ સાથે કરશે સંવાદ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. જનતા સુધી પોતાની વાત રાખવા માટે નેતાઓના સતત ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે.…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. જનતા સુધી પોતાની વાત રાખવા માટે નેતાઓના સતત ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાત ચૂંટણી માટે હોટસ્પોટ ગણવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ પર અસર કરવા વિવિધ રાજકીય પક્ષો એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનું ફોકસ પણ ગુજરાત પર છે અને તેમના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે. કેજરીવાલ આજે વડોદરા ખાતે પેરેંટ્સ અને ટીચર્સ સાથે કરશે મિટિંગ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સતત રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 182 બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને તેમાંથી તેમણે 29 બેઠક પરના ઉમેદવારની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે આજે ફરી એક વખત કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે વડોદરા ખાતે આજે બપોરે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજશે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ વડોદરાના પેરેંટ્સ અને ટીચર્સ સાથે પ્રીત પાર્ટી પ્લોટ ખાતે મિટિંગ કરશે અને આજે પણ કોઈ ગેરેન્ટી આપી શકે છે.

આવતી કાલે મનીષ સિસોદિયા પણ ગુજરાતમાં
દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તે અમદાવાદ આવશે અને સાબરમતી આશ્રમથી પૂજ્ય બાપુના દર્શન કરી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયા હાકલ કરશે.

    follow whatsapp