અમદાવાદ : ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવ્યા હતા. અહીં તેમણે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ સાથે જનસંવાદ કર્યો હતો. જેમાં ભગવંત માને ગુજરાત સરકાર પર ચાબખા વિંઝ્યા હતા. ગુજરાતમાં જો આપની સરકાર આવે તો તમામ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવા માટેનું વચન પણ આપ્યું હતું.
ADVERTISEMENT
જો કે આ જનસંવાદ બાદ તેમણે એક સફાઇ કર્મચારીને જમવા માટેનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે આ સફાઇ કર્મચારીને સહપરિવાર જમવા માટે આમંત્રીત કર્યા હતા. જો કે તેણે દિલ્હી આવવા માટેના નાણાની અસમર્થતા દર્શાવતા તમામ ખર્ચ પોતે જ ભોગવશે તેવી બાંહેધરી પણ આપી હતી.
કેજરીવાલે અમદાવાદમાં સફાઈ કામદારો સાથે ટાઉનહોલ દરમિયાન આમંત્રણ આપ્યું હતું. આવતીકાલે હર્ષ (સફાઈ કર્મચારી)નો પરિવાર આખા પરિવાર સાથે દિલ્હી જશે.અરવિંદ કેજરીવાલ દ્વારા તેના તમામ મુસાફરીનો ખર્ચ ઉઠાવવા માટેની બાંહેધરી આપી છે. ઉપરાંત તેમને અન્ય રસ્તે આવવા જવા દરમિયાન કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પણ બાંહેધરી પણ આપી હતી.
ગુજરાતથી ગયેલો હર્ષ અને તેનો પરિવાર ગુજરાતના પંજાબ ભવન ખાતે રોકાણ કરશે. હર્ષે અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પહેલા તમે મારા ઘરે આવો, પછી અમે તમારા ઘરે આવીશું. જેથી હર્ષના આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ પણ તેના ઘરે પહોંચશે.
ADVERTISEMENT