રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરના કપાટ મંગળવારે સવારે ખુલી ગયા. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. કેદારધામ હર હર મહાદેવના જયકારાથી ગુંજી ઉઠ્યું. આ ખાસ તકે મંદિર પરિસરને 20 ક્વિંટલ ફૂલોથી સજાવાયું છે. વડોદરાના યુવાનો દ્વારા ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઉત્તરાખંડ સરકારે રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું
ભગવાન કેદારનાથના દ્વાર સવારે 6.20 વાગ્યે આર્મી બેન્ડના મંત્રોચ્ચાર અને મધુર ધૂન સાથે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવચાર્યએ દરવાજા ખોલ્યા. આ પ્રસંગે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો ભક્તો પણ હાજર રહ્યા હતા. મંદિરના દરવાજા ખોલ્યા બાદ ભક્તોએ કેદાર ધામની મુલાકાત લીધી હતી. ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. જો તમે ઉત્તરાખંડ સરકારની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો હરિદ્વારમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા જિલ્લા પ્રવાસન કેન્દ્ર પર જઈને શ્રદ્ધાળુઓ ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે. આ માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે.
જમીન સંપાદનથી લઈ ટેન્ડરઃ અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની હાલ શું છે સ્થિતિ- જાણો
ઉત્તરાખંડ સરકારના જણાવ્યા અનુસાર, ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કોરોના મહામારી બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા બાદ ભક્તોની સંખ્યામાં થયેલા વધારાથી ઉત્તરાખંડ સરકાર પણ ખુશ છે. આ ધાર્મિક પ્રવાસથી ઉત્તરાખંડ સરકારને સારી આવક થશે.
તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામની મુલાકાત લઈ શકો છો
જો તમે કેદારનાથ ધામની મુલાકાત લેવા માંગતા હોવ તો IRCTC તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. હવે તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામની મુલાકાત લઈ શકો છો. આ કાર્યક્રમને ‘હેલી યાત્રા’ નામ આપવામાં આવ્યું છે, જેના દ્વારા મુસાફરોને હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામ લઈ જવામાં આવશે.
સેરસી, ફાટા અને ગુપ્તકાશીથી હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે કેદારનાથની આ હેલિકોપ્ટર યાત્રા તમને ખૂબ જ સસ્તી મળશે. 1 મે થી 7 મે વચ્ચેની મુસાફરી માટે બુકિંગ વિન્ડો ખોલવામાં આવી છે. આ પછી, IRCTC તમને મુસાફરીના બુકિંગ માટે જાણ કરશે. આ વખતે કેદારનાથ ધામ માટે 9 હેલી સેવાઓ ઉડાન ભરશે. આ હેલી સેવાઓ કેદારઘાટી સુધી પહોંચવા લાગી છે. હેલી સેવાઓ 25 એપ્રિલથી ધામ માટે કાર્યરત થશે. આ વખતે 90 ટકા ટિકિટ ઓનલાઈન બુક થશે. મુસાફરો તેમની હેલી ટિકિટ IRCTC વેબસાઇટ http://heliyatra.irctc.co.in પર બુક કરાવી શકે છે.
ગુજરાત ATSએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કબજો લીધો, આજે નલિયા કોર્ટમાં રજૂ કરાશે
વડોદરાના યુવાનોએ કર્યો શણગાર
વડોદરાથી કેદારનાથની યાત્રા ઉપાડનાર સેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા હજારો ફુલોથી કેદારનાથનો શણગાર કર્યો હતો. સેજલ વ્યાસના જણાવ્યા પ્રમાણે, ફુલોના ગોટાનો જથ્થો 11 હજાર ફૂટ ઉપર લઈ જવા ખચ્ચરની મદદ લેવાઈ હતી. આ ફુલ લાંબા સમય સુધી તાજા રહી શકે છે. સોમવારથી જ અમારી ટીમ અહીં ફુલોની સજાવટ માટે જોડાઈ ગઈ હતી. હવે કપાટ ખુલ્યા છે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે.
ADVERTISEMENT