અમદાવાદ રિવરફ્રન્ટ પર કાયાકિંગ કરતી મહિલાની બોટ પલટી, રેસ્ક્યુ ટીમે બચાવ્યો જીવ

અમદાવાદ: શહેરમાં થયેલ હજુ તથ્ય અકસ્માતની ઘટના આંખ સામે આવી રહી છે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં મોટી દૂર્ઘટના થતાં બચી ગઇ છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરમાં થયેલ હજુ તથ્ય અકસ્માતની ઘટના આંખ સામે આવી રહી છે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં મોટી દૂર્ઘટના થતાં બચી ગઇ છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર સહેલાણીઓ બૉટિંગ કરતાં આવી રહ્યાં છે, ત્યારે એક યુવતીની બૉટ અચાનક નદીમાં પલટી જવાની ઘટના ઘટતા હડકંપ મચી ગયો હતો, જોકે, રેસ્ક્યૂ ટીમે માત્ર બે જ મિનીટમાં નદીમાં ગરકાવ થઇ ગયેલી યુવતીને બચાવી લીધી હતી.  આ અકસ્માત કોઈ જાન હાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં બોટિંગ કરતી યુવતીએ અચાનક બેલેન્સ ગુમાવતા યુવતીની બોટ પલટી મારી ગઈ હતી. જેથી બોટમાં સવાર યુવતી સાબરમતી નદીના પાણીમાં ખાબકી હતી. જોકે, રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીને હેમખેમ બચાવી લીધી હતી.

સદનસીબે મોટો અકસ્માત ટળ્યો 
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં એક યુવતી કાયાકિંગની મજા માણી રહી હતી. આ દરમિયાન કોઈ કારણોસર યુવતીનું બેલેન્સ બગડતા બોટ પલટી મારી ગઈ હતી. જેના કારણે બોટમાં સવાર યુવતી સાબરમતી નદીના પાણીમાં પડી ગઈ હતી. જે બાદ યુવતી ‘બચાવો, બચાવો’ની ચીસો પાડી રહી હતી. આ અંગેની જાણ થતાંની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવતીને બચાવવાની તજવીજ હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમે ગણતરીની મિનિટોમાં જ યુવતીને બચાવી લીધી હતી અને યુવતીને હેમખેમ નદીમાંથી બહાર કાઢી હતી. ત્યારે આજે સદનસીબે મોટો અકસ્માત ટળ્યો છે.

    follow whatsapp