અમદાવાદ: તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના એક બાદ એક વિવાદિત નિવેદનો સામે આવ્યા હતા. જેનો ખૂબ ટીકા થઈ હતી. પહેલા ભગવાન શિવ, બાદમાં વિષ્ણુ અને પછી બ્રહ્મા સહિતના ભગવાન પર સ્વામિનારાય સંપ્રદાયના સાધુઓના વિવાદિત નિવેદન પર હવે કથાકાર રમેશ ઓઝાએ આકરી પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
સ્વામિનારાયણના સાધુઓની હાજરીમાં બોલ્યા રમેશ ઓઝા
કથાકાર રમેશ ઓઝાએ કહ્યું કે, ભોળાનાથના મહિનાને ન સમજે તેમની બુદ્ધિ પર તરસ ખાઓ. ભોળાનાથને પગે લગાડવા આવે તેને પ્રબોધ કેવી રીતે હોય. વ્યાસપીઠ પર બેસનાર ખૂબ જ વિવેકથી બોલે. આ સાથે જ તેમણે સ્વામિનારાયણના સાધુઓની હાજરીમાં કહ્યું કે, તમે જ બધા ભેગા થઈને આ બધું રોકો. સનાતન ધર્મ માટે બધું જરૂરી છે. તમે ઠાકોરજીની સેનાના સૈનિક છો. આવું થતું હોય ત્યાં રોકો તમને પ્રાર્થના. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો સંપ્રદાય છે.
સંતોના વિવાદિત નિવેદનથી લોકોમાં હતો રોષ
નોંધનીય છે કે, તાજેતરમાં જ સોખડાથી જૂદા પડેલા પ્રબોધ સ્વામીના શિષ્યનો વિવાદિત વીડિયો સામે આવ્યો હતો. બોસ્ટનમાં સત્સંગ સભામાં આનંદસાગર સ્વામીએ શિવજી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ બાદ કૃષ્ણ સ્વરૂપ સ્વામી ઇન્દ્ર અને ભગવાન બ્રહ્મા વિશે અપમાનજનક ટિપ્પણીનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ સંત સમાજમાં અને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે કથાકાર રમેશ ઓઝા પણ આ નિવેદનોની વિરુદ્ધમાં આવ્યા છે.
ADVERTISEMENT