ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા?: જયરાજસિંહે કહ્યું-'વિવાદ પૂર્ણ', તો પદ્મિનીબાએ કહ્યું- 'રાજકીય રોટલા શેકવાના બંધ કરો'

Parasottam Rupala Statement Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parasottam Rupala)ના કથિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠેલા રોષને ઠારવા માટે ગતરોજ ક્ષત્રિય અગ્રણી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના અધ્યક્ષ સ્થાને ગોંડલ (Gondal)ના શેમળા ગામે ક્ષત્રિય સમાજ સંમેલન યોજાયું હતું.

Parasottam Rupala Statement Controversy

જયરાજસિંહ જાડેજા VS પદ્મિનીબા વાળા

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગોંડલ ખાતે યોજાયું ક્ષત્રિય સમાજનું સંમેલન

point

પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર માંગી માફી

point

પદ્મિનીબા વાળાએ જયરાજસિંહને લીધા આડેહાથ

Parasottam Rupala Statement Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parasottam Rupala)ના કથિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠેલા રોષને ઠારવા માટે ગતરોજ ક્ષત્રિય અગ્રણી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના અધ્યક્ષ સ્થાને ગોંડલ (Gondal)ના શેમળા ગામે ક્ષત્રિય સમાજ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો સહિત મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર જાહેર મંચ પરથી તમામની માફી માંગી હતી. સંમેલન પૂર્ણ થયા બાદ જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે, કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ હજુ સમાધાન ન થયું હોવાનું જણાવ્યું છે. તેઓએ કહ્યું છે કે, તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટિકિટ માટે આ બધુ બંધ કરો. જીત તો અમારા રાજપૂત ક્ષત્રિય સમાજની જ થશે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય. 

જયરાજભાઈ અહીંથી અંત નથી થતોઃ  પદ્મિનીબા વાળા 

ભાજપના મહિલા આગેવાન અને કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદ્મિનીબા વાળા ગોંડલ ખાતેના ક્ષત્રિય સંમેલન અને જયરાજસિંહથી નારાજ જોવા મળી રહ્યા છે. પદ્મિનીબા વાળાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અહીંયાથી અંત છે. તો જયરાજભાઈ અહીંથી અંત નથી થતો. તમે એક ક્ષત્રિયના દીકરા છો અને અમે પણ ક્ષત્રિયની દીકરીઓ છીએ. અહીંયાથી અંત નથી ભાઈ. તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો ભાઈ. 

'તેમને શરમ આવી જોઈએ'

તેઓએ વધુમાં કહ્યું કે,  બહેનોની ધરપકડ કરી છે તો રૂપાલાભાઈની ધરપકડ કેમ નથી કરતા. આજે રૂપાલાભાઈ વિરૂદ્ધ કેટલી ફરિયાદો નોંધાઈ છે. મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે, જે રાજનીતિમાં હોય તે કોઈપણ ગુનો કરી શકે છે, તેમને છૂટ છે. મારા ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ કરી છે. તે અમને માફક નથી આવ્યું. કેમ કે, રાજકીય લેવલે આપણા સમાજના આટલા બધા બેઠાં બેઠાં લોકો જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજની બહેનોની એક સમાજ માટે થઈને ધરપકડ કરી હોય. તે તદ્દન રાષ્ટ્રીય લેવેલ જે પણ ક્ષત્રિય સમાજના ભાઇઓ છે તેમને શરમ આવી જોઈએ. 

રાજકીય રોટલા શેકવાના બંધ કરોઃ પદ્મિનીબા વાળા 

તમે ત્યાં બેઠાં બેઠાં જોતા હતા, આપણી બહેનો સમાજ માટે લડવા આવી છે અને એની આબરૂં માટે લડવા આવી છે, તેની તમે ધરપકડ કરી. તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટિકિટ માટે આ બધુ જ બંધ કરો. 
જયરાજસિંહ તમે એકલા નિર્ણય નથી લઈ સકતા.

શેમળા ખાતે યોજાયું હતું સંમેલન

જયરાજસિહનાં શેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો સહિત મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા.આ બેઠકમાં પહોંચેલા પરસોત્તમ રૂપાલાએ ફરીવાર સંપૂર્ણ સમાજની માફી માંગતા જણાવ્યું હતું કે, 'મને એવો રંજ છે કે, મારી જીભથી આવું બોલાઈ ગયું છે. હું બે હાથ જોડીને માફી માગું છું. અત્યાર સુધીના મારા જીવનમાં એવું ક્યારે બન્યું નથી કે મે આપેલા નિવેદનને પાછું ખેંચ્યું હોય. મેં પહેલા જ માફી માગી છે, આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું. સાથે જ આ બેઠકની અધ્યક્ષતા કરતાં જયરાજસિંહ જાડેજાનો હું આભાર માનુ છું.' 

જયરાજસિંહ જાડેજા સંબોધન

જયરાજસિહે પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, 'પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયુ છે. આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવીએ તો આપણે માફી આપી દઈએ. આ વિવાદ આજથી અહીંથી પૂર્ણ'

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp