ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે જુદા જુદા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. આમ કુલ ૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ તથા સહકારિતામંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદસભ્ય હસમુખ પટેલ, મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેન જશવંત પટેલ તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કર્ણાટકમાં કારમી હાર મળ્યા પછી ગુજરાતના ભાજપના નેતાઓમાં જ ફફડાટ જોવા મળ્યો હતો. જાહેર મંચ પર નેતા કહેતા સાંભળવા મળ્યા હતા કે પ્રજા સાથે સંપર્કમાં રહેવા અને તેમના કામ કરવા જોઈએ જેથી કર્ણાટક વાળી ના થાય. તેવામાં હવે ભાજપના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે તે મુલાકાતને હાલ સરકારી કામોના વિવિધ કાર્યક્રમો સાથે સાથે ચૂંટણી લક્ષી રીતે પણ જોવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
જલીકટ્ટુ મામલે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠનો આખરી ફેંસલો સંભળાવશે
કયા કયા કામોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત?
અમિત શાહ પોતાના આ કાર્યક્રમમાં સેક્ટર ૨૧ ડીસ્ટ્રીકટ શોપિંગ સેન્ટર ખાતે પાર્કિંગના નવીનીકરણની કામગીરી, સેક્ટર ૧૧, ૧૭, ૨૧ અને ૨૨ ના આંતરિક રોડને ચારમાર્ગીય કરવાની કામગીરી અને વિવિધ સ્થાન પર સોલાર રૂફટોપ સીસ્ટમ અને સોલાર ટ્રી મુકવાની કામગીરીનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત રોડ નં.૦૬ LC 11 C પર રેલ્વે ઓવર બ્રીજ બનાવવાની કામગીરી, રાંધેજા અને પેથાપુર વિસ્તારમાં નવા સ્મશાનગૃહ તથા હયાત સ્મશાન ના રીનોવેશનની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાટર્સ બનાવવાની કામગીરી, વાવોલ મહાકાળી ટેમ્પલ ખાતે તળાવ ડેવલપમેન્ટની કામગીરી, સેક્ટર-૨,૨૪ અને ૨૯ના અર્બન હેલ્થ સેન્ટરમાં ફર્નિચરની કામગીરી, સેક્ટર-૨૬ માં બગીચાની રીનોવેશનની કામગીરી, સેક્ટર-૩૦ અને બોરીજ ગામમાં બગીચાઓની રીનોવેશનની કામગીરી, સેક્ટર-૧ (ગાયત્રી મંદિર), સેક્ટર-૩ એ કોર્નર, સેક્ટર-૨૧ (અપના બજાર ), સેક્ટર-૨૧ (પંચશીલ સોસાયટી), સેક્ટર-૨૩ (વિરાટનગર) બગીચાઓની રિનોવેશનની કામગીરી, ચરેડી હેડવર્ક ખાતે નવીન વોટર ડિસ્ટ્રીબ્યુશનના નિર્માણની કામગીરી, ધોળાકૂવા ગામ ખાતે આર. સી. સી. રોડ અને પાણીની મેઇન લાઈન નાખવાની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ સેક્ટરમાં કમ્પાઉન્ડ વોલ માટેની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સેક્ટર-૨૬ કિશાનનગર ખાતે સી. સી. રોડ તથા સ્ટ્રોમ વોટરની કામગીરી, પેથાપુર ખાતે ૧૫ એમ.એલ.ડી.નો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી, ટી.પી ૪૧૦ ના ફાઈનલ પ્લોટ – ૩૮૯ & ૪૬૮ ખાતે ૨ તથા ટી.પી ૭૨ ના ફાઈનલ પ્લોટ – ૧૨૨ (ઝૂંડાલ-અમીયાપુર-સુઘડ) ખાતે એક એમ કુલ ૩ વોટર ડિસ્ટ્રીબ્યુશનના નિર્માણની કામગીરી, ટી.પી. ૨૩૯ (પાર્ટ), ૨૩૮, ૭૯(પાર્ટ), ૪૬ (પાર્ટ), ૪૧૦, ૪૦૯ B, ૮૧ (પાર્ટ), ૭૨ (પાર્ટ), ૨૩૪ (પાર્ટ), ૭૪ (પાર્ટ), ૬૨, ૬૧, ૫૭ (પાર્ટ) અને ૪૦૯/એ (ઝુંડાલ-ખોરજ-અમીયાપુર-સુઘડ-ભાટ) ખાતે પીવાના પાણીની ૫ વર્ષના મરામત નિભાવણી સાથે લાઈન નાખવાની કામગીરી, ભાટ (ટી.પી-૭૯ ફાયનલ પ્લોટ-૬૨) ખાતે ટર્મિનલ સીવરેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ સુઘડ (ટી.પી-૮૧ ફાયનલ પ્લોટ – ૨૪) ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ક્લીયર વોટર પમ્પહાઉસ બનાવવાની કામગીરી અને સરગાસણ ગામતળ અને ટી. પી.૦૭ ખાતે ગટર લાઇન નાખવાની તેમજ પાણી માટેના હાઉસ કનેક્શન આપવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ADVERTISEMENT