વડગામઃ જીગ્નેશ મેવાણીએ ગુજરાત વિધાનસભાની વડગામ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે ત્યારે મજાદર ખાતે તેમણે જાહેર સભા સંબોધી હતી. દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીની આગલી રાત્રે તેઓ રુપિયા 2 હજારની ગુલાબી નોટ લઈને આવશે જે આપણી પાસેથી જ લૂંટ્યા છે તો તેનો નાનકડો ટૂકડો લઈને, મજાદરમાં આવશે ત્યારે તમારે કહેવાનું છે કે બે ટંકના રોટલા માટે તકલીફ પડે છે પણ તમારા 2 હજારની નોટ ખાતર અમે અમારી આબરુ અને આત્મસમ્માન દાવ પર મુકવાના નથી. સાથે જ કન્હૈયા કુમારે કહ્યું કે, તેમને એવું લાગે છે કે માણસ પોતાની બધી સમસ્યા ભુલી જશે. રોજીનો સવાલ, રોટી, શિક્ષા, બિમારી, રસ્તો બધું જ ભૂલી જશે જો માણસની ભાવના ભડકાવીને તેના મનમાં નફરત, ડર પેદા કરીને માણસને અંદર અંદર લડાવી દેવાય તો લોકો રોજી રોટીનો સવાલ ભૂલી જશે. આવું છેલ્લા 27 વર્ષથી થાય છે તેથી જ ચૂંટણી 2022ની ચાલે છે અને 2002નું ગાણું ગાય છે.
ADVERTISEMENT
ભાજપનું બટન દબાવવો અને….: મેવાણી
અહીં જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, જીગ્નેશ મેવાણીના ભવિષ્યમાં નહીં પરંતુ તમારા સંતાનોના ભવિષ્ય પર ફેંસલો થશે. આ દેશ મોદી અને અમિત શાહની કોમવાદી રાજનીતિની પર આગળ વધશે કે શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરના સપના પુરા કરવાની દીશા પર આગળ વધશે તે તમારે નક્કી કરવાનું છે. આ ભાજપ સરકારે ચિત્ર એકદમ સાફ કરી આપ્યું છે, દીવા જેવું સ્પષ્ટ છે કે કમળનું બટન દબાવો અને 1 વર્ષ પછી 3 હજારનો ડબ્બો 5 હજારમાં લેવાની તૈયારી રાખો, કમળનું બટન દબાવો અને 1100નો ગેસનો બાટલો 1500, 2000માં ખરીદવાની તૈયારી રાખો. 6000 સરકારી શાળાઓ બંધ કરી બીજી 20 હજાર સરકારી શાળાઓ બંધ કરશે.
દેશમાં બુરેદીન આવી જાય, બાટલો 400માં મળી જાયઃ કન્હૈયા
કન્હૈયા કુમારે કહ્યું કે, આજ કાલ નકલી વીડિયો બનાવીને લોકોને જેલમાં ઠૂસી દેવાય છે. ઘણા એવા છે જે સત્તા સાથે ચાય પર ચર્ચા કરવા લાગી જાય છે. કેટલાક એવા હતા જે અંગ્રેજો સામે લડતા હતા, કેટલાક એવા હતા જે અંગ્રેજોના રૂપિયા લઈ તેમની ચાપલુસી કરતા હતા. આજે પણ એવા લોકો છે. પરિવારવાદ પર ભાષણ આપો છો કે અમિત શાહના દિકરાને બીસીસીઆઈ અધ્યક્ષ કેમ બનાવ્યા. નોટબંધી પછી કાળુ ધન આવશે, 15 લાખ આવશે, ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. ભાજપના કોઈ આવે તો કહેજો અમારા ખાતામાં 15 લાખ નથી આવ્યા. પુછજો કે મોંઘવારી કેમ વધે છે. એક મહિલા છે સ્મૃતિ ઈરાની, હું ચાહું છું કે બુરે દીન ફરી આવે અને ગેસનો બાટલો 400માં મળવા લાગે અને સ્મૃતિ ઈરાની અમદાવાદના રસ્તા પર પ્રદર્શન કરતા દેખાય. અમને સત્તાની ચાપલુસી કરતી નથી આવડતી. દેશનો કોઈ અંતિમ વ્યક્તિ હશે જે ભાજપ સામે નમે નહીં તો તે વ્યક્તિ રાહુલ ગાંધી છે. વિકાસનો પાયજામો ફાટી ગયો છે. બધો વિકાસ અમદાવાદમાં રેડ સિગ્નલ પર ભટકતો મળી જશે. બધો વિકાસ સુરત, અમદાવાદ, રાજકોટની આખરી રેડ લાઈટ પર આવીને ઊભો રહી જાય છે. ભોપા ભાઈએ કામ કર્યું છે તો બીજા રાજ્યના મુખ્યમંત્રી પાસે પ્રચાર કરાવવાની શું જરૂર છે. કામથી મત માગો.
ADVERTISEMENT