કાનભાએ જ પોલીસ સામે વટાણાં વેર્યાઃ પોલીસ કેવી રીતે પહોંચી રૂ.38 લાખ ભરેલી બેગ સુધી

ભાવનગરઃ ભાવનગર પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને પકડીને રિમાન્ડમાં ઘણી બધી ચોંકાવનારી વિગતો મેળવી હતી. ભાવનગર પોલીસને ન માત્ર તોડ કરેલા 38…

ભાવનગર પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને પકડીને રિમાન્ડમાં ઘણી બધી ચોંકાવનારી વિગતો મેળવી હતી.

ભાવનગર પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને પકડીને રિમાન્ડમાં ઘણી બધી ચોંકાવનારી વિગતો મેળવી હતી.

follow google news

ભાવનગરઃ ભાવનગર પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને પકડીને રિમાન્ડમાં ઘણી બધી ચોંકાવનારી વિગતો મેળવી હતી. ભાવનગર પોલીસને ન માત્ર તોડ કરેલા 38 લાખ રૂપિયા ક્યાં છે? તે ઉપરાંત પણ કાનભા ગોહિલ પાસેથી ઘણી બધી વિગતો મળી છે. ડમી કાંડમાં નામ નહીં લેવાની શરત મુકીને તોડ કરવાના મામલામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ હાલ જેલના સળિયા પાછળ છે. આ તરફ તોડકાંડના ઉહાપોહ વચ્ચે ડમી કાંડના પડઘા ધીમા પડતા દેખાઈ રહ્યા છે. ડમી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાડીને સરકારી પરીક્ષાઓ આપી ચલાવાતા કૌભાંડની વચ્ચે હવે તોડકાંડે જોર પકડી લીધું છે. ભાવનગર પોલીસની કાર્યવાહીમાં યુવરાજસિંહની સામે વધુ પક્કડ કડક બની રહી છે. તો આવો જાણીએ કાનભાએ ભાવનગર પોલીસના રિમાન્ડમાં શું વટાણાં વેરી નાખ્યા અને પોલીસ કેવી રીતે પહોંચી 38 લાખ રૂપિયા ભરેલી બેગ સુધી.

નરોડા ગામ હત્યાકાંડ કેસના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાશેઃ તમામને નિર્દોષ છોડાયા હતા

કાનભાએ પોલીસ સામે શું કબુલ્યું
આ અંગે વધુ વિગતો સામે આવી છે જેમાં પોલીસ ફરિયાદ પ્રમાણે, નીલમબાગ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. યુવરાજસિંહના સાળા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે પપ્પુભાઈ ગોહિલને સુરતથી લાવીને પુછતા કે તેણે કબુલ કર્યું કે, પ્રકાશ ઉર્ફે પ્રદીપ બારૈયા (પી.કે), પાસેથી તેણે ઘનશ્યામ લાધવા તથા બીપીની ત્રીવેદી મારફતે 1 કરોડ રૂપિયા બળજબરીથી કઢાવવા પોતાના ભાઈ શીવભદ્રસિંહ ઉર્ફે શીવુભાની ઓફિસે તેનું નામ યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં ડમી કાંડમાં નહીં જાહેર કરવા માટે ડીલ કરી હતી. તેમની પાસેથી યુવરાજસિંહની સૂચનાથી સ્વીકારેલા પૈકીના રૂપિયા શિવુભાએ 12 એપ્રિલ 2023એ તેના મિત્ર જીત હિતેશભાઈ માંડવીયાના શાંતિનાથ પાર્ક, રૂપાણી સર્કલમાં આવેલા ફ્લેટમાં એક બેગમાં તાળુ મારીને મુક્યા હતા. પોલીસને આપેલી આ વિગતો અનુસાર પોલીસે આ જગ્યા પર કાર્યવાહી કરતા, કાનભાના બતાવ્યા પ્રમાણે બેગમાંથી રૂ. 38,00,000 રિકવર કરવામાં આવ્યા છે. તેની ખાસ પુછપરછ વખતે તપાસ દરમિયાન બીજી પણ વિગતો સામે આવી.

‘જેલમાં તમાકુ સહિતની તમામ સુવિધાઓ’- જુનાગઢ સબજેલની અંદરના કથિત Videos વાયરલ

રૂપિયા પડાવામાં 10 ટકા કમિશન
તેણે પોલીસને કહ્યું કે, આ 1 કરોડ રૂપિયા કઢાવી આપવામાં મધ્યસ્થીની ભૂમિકા કરનાર ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદીને કમીશન પેટેલ દસ ટકા લેખે રૂપિયા દસ લાખ જે બંનેના ભાગે પાંચ-પાંચ લાખ શિવુભાને આપ્યા હતા. આ રૂપિયા પણ રિકવર કરવાની તજવીજ ચાલુ છે.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp