કલોલ નગરપાલિકામાં ભંગાણ, BJPના 9 કોર્પોરેટરોએ કઈ વાતથી નારાજ થઈને રાજીનામાં ધરી દીધા?

Gujarat Politics: PM મોદી હાલમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે વડાપ્રધાન અંબાજીમાં દર્શન કરીને બાદમાં મહેસાણાના ખેરાલુ પહોંચ્યા હતા. અહીં તેમણે કરોડોના વિકાસ કાર્યોનું…

gujarattak
follow google news

Gujarat Politics: PM મોદી હાલમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે વડાપ્રધાન અંબાજીમાં દર્શન કરીને બાદમાં મહેસાણાના ખેરાલુ પહોંચ્યા હતા. અહીં તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. એકબાજુ PM ગુજરાતમાં છે ત્યાં ભાજપમાં ભંગાણીની ઘટના સામે આવી છે. કલોલ નગરપાલિકામાં ભાજપના આંતરિખ વિખવાદમાં 11 વોર્ડના 9 કોર્પોરેટરોએ રાજીનામું આપી દીધું છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપના નેતાઓ મેદાને ઉતર્યા છે.

11 વોર્ડના 9 સભ્યો નારાજ

કલોલ નગરપાલિકામાં 11 વોર્ડના 44 સદસ્યો હતા. જેમાં ભાજપના 33 સદસ્યો હતા, જેમાં 9 જેટલા સદસ્યોએ નારાજ થતા રાજીનામુ ધરી દીધું હતું. અગાઉ નવા પ્રમુખ શૈલેશ પટેલની વરણી થઈ હતી. ત્યારે પણ આજ કોર્પોરેટરોએ રાજીનામુ આપ્યું હતું પણ ત્યારે સંગઠન એ મનાવી લીધા હતા. પણ એ બાદ ચેરમેનની વરણી બાકી હતી, જ્યાં આજે ચેરમેન તરીકે પ્રકાશ વર્ઘડેની નિમણુંક થતા ફરી રાજીનામુ ધર્યું છે.

વિપક્ષે ઉઠાવ્યા ભાજપ પર સવાલ

ત્યારે આ કલોલ પાલિકા અગાઉની જેમ નારાજ કોર્પોરેટર મનાવી લેશે કે રાજીનામા સ્વીકારશે જે આજે બોર્ડની બેઠકમાં નિર્ણય થશે. ત્યારે આ તકને ઝડપીને કલોલ નગરપાલિકાના વિપક્ષ નેતા શાર્દુલા ખાને પઠાણે કહ્યું કે, ભાજપના કોર્પોરેટરને લોકોની નથી પડી ફક્ત સત્તાની લાલચ છે. આ હોંશિયાર અને કેપબલ પાર્ટીની સત્તા માટેની ઘેલછા સામે આવી છે. કોંગ્રેસ સભ્યો એ અગાઉના બોર્ડમાં વેરા વધારાનો વિરોધ કર્યો હતો, એની નોંધ પણ પાડી નથી. અમે બોર્ડનો વિરોધ કરી બહિષ્કાર કર્યો છે.

(દુર્ગેશ મહેતા, ગાંધીનગર)

 

    follow whatsapp