ગાંધીનગર : ભાજપમાં ચાલી રહેલો આંતરિક જુથવાદ હવે ચરમસીમાએ પહોંચી ચુક્યો છે. કલોલ ભાજપમાં હવે ભડકો ઉચ્ચ સ્તરે પહોંચી ચુક્યો છે. કલોલ ભાજપમાં ચાલી રહેલા આંતરિક જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા સમય પહેલા જ કલોલ નગરપાલિકામાં અઢી વર્ષ માટે નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે એખ સાથે નગરપાલિકાનાં 9 કોર્પોરેટરોએ રાજીનામાં આપી દેતા કલોલ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકામાં અઢી વર્ષ માટે નવીન પ્રમુખ શૈલેષ પટેલની નિમણુંકને પગલે નગરપાલિકાના સભ્યો છેલ્લા ઘણા સમયથી નારાજ થયા હતા.
ADVERTISEMENT
અચાનક રાજીનામા આવતા હાઇકમાન્ડમાં પણ ચિંતા
આજે એકાએક નગર સેવકો દ્વારા રાજીનામું ધરી દેતા સમગ્ર મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આગામી સમયમાં હજી પણ વધારે કોર્પોરેટરો રાજીનામા આપે તેવી શક્યતા છે. હાલ તો સમગ્ર મામલો હાઇકમાન્ડ સુધી પણ પહોંચી ચુક્યો છે. સમગ્ર મામલો હવે હાઇકમાન્ડ જ થાળે પાડે તેવી રાહ નેતાઓ જોઇ રહ્યા છે.
રાજીનામા આપનારા સભ્યો
1. જીતેન્દ્ર કુમાર નાથાલાલ પટેલ (વોર્ડ-3)
2. પ્રદિપસિંહ ભરતસિંહ ગોહિલ (વોર્ડ-4)
3. કેતનકુમાર નરેન્દ્ર કુમાર શેઠ (વોર્ડ-7)
4. ચેતનકુમાર ગુણવંતભાઇ પટેલ (વોર્ડ-8)
5. ક્રિના અજયભાઇ જોશી (વોર્ડ-8)
6. અમીબેન મનીષકુમાર અરબસ્તાની (વોર્ડ-8)
7. દિનેશકુમાર રમણલાલ પટેલ (વોર્ડ-9)
8. ભુપેન્દ્ર ભીખાભાઇ પટેલ (વોર્ડ-9)
9. મનુભાઇ ભઇલાલભાઇ પટેલ (વોર્ડ-10)
ADVERTISEMENT