Kajal Hindustani Statement: પાટીદાર સમાજ પર હાલમાં જ વિવાદિત ટિપ્પણી કરીને વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હતા. જોકે બાદમાં તેમણે માફી માગી લીધી હતી, ત્યારે હવે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજ પર કરેલી ટિપ્પણીથી નવો વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એક સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓના વિધર્મીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: Train Accident: સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર, મુસાફરોમાં મચી અફરાતફરી
કાજલ હિન્દુસ્તાનીનો વિવાદિત વીડિયો વાઈરલ
વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજારોમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીઃ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની કરી ધરપકડ, કમિશનરે કર્યો મોટો ખુલાસો
મોરબીમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
કાજલ હિન્દુસ્તાનીના આવા નિવેદનથી હવે પાટીદાર સમાજમાં નારાજગી શરૂ થઈ છે. મોરબીના પાટીદાર સામે દીકરીઓ અંગે નિવેદન આપવા બદલ પાટીદાર નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે. કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં એક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન મોરબીની પાટીદાર દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. મોરબી પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી.
ADVERTISEMENT