Kajal Hindustani Controversy: પાટીદાર સમાજ પર હાલમાં જ વિવાદિત ટિપ્પણી કરીને વિપુલ ચૌધરી વિવાદમાં સપડાયા હતા. જોકે બાદમાં તેમણે માફી માગી લીધી હતી, ત્યારે હવે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજ પર કરેલી ટિપ્પણીથી નવો વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એક સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓના વિધર્મીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો જે વીડિયો વાયરલ થતાં એક મોટો મુદ્દો બની ગયો. ત્યારે હવે આ મામલે કાજલ હિન્દુસ્થાનીએ મૌન તોડ્યું છે.
ADVERTISEMENT
કાજલ હિન્દુસ્થાનીની પ્રતિક્રિયા
પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન બાદ કાજલ હિન્દુસ્થાનીની પ્રતિક્રિયા સામે આવી છે. લોકોને એમ લાગ્યું કે બહેન ડરી ગયા હવે આ બાબતે કદાચ કોઈને ફેસ નહીં કરે. હકિકતમાં તમને એવું લાગે કે હું કોઈ પણ પરિસ્થિતિથી ભાગી શકું? હું ભાગી નથી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું. મારામાં એટલી હિમ્મત છે કે હું દરેક પરિસ્થિતિને ફેસ કરી શકું છું. મેં કોઈ પૂણ્ય કર્યા કે મને સપોર્ટ કરનારા ભાઈઓ-બહેનો મળ્યા છે. રાતે હું સુતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું તે હું આપની સાથે શેર કરવા માંગુ છું. મારા આંખની સામે જે દ્રશ્ય આવતા હતા તે મહાભારતમાં દ્રૌપદી ચિરહરણ વાળું જે હતું તે દ્રશ્ય આવતું હતું.
આ કોંગ્રેસનું કાવતરું છે: કાજલ હિન્દુસ્તાની
આ ઘટના આજથી 11 મહિના પહેલાની છે. પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારોહ હતો. ત્યાં મને વિષય લવજેહાદ અપાયો હતો. મેં સમસ્ત સમાજના દાખલા સામે મૂક્યા હતા. આ કોંગ્રેસનું એક કાવતરું છે ચૂંટણી સામે 5-10 સેકેન્ડની ક્લિપ વાયરલ કરાઈ છે, આખુ 50 મિનિટનું નિવેદન સાંભળો તો તમામ સમાજના દાખલા આપેલા છે. જો આપની આસપાસમાં આવું થઈ રહ્યું છે તો ધ્યાન રાખવું પડશે. કોંગ્રેસ પર તરસ આવે છે કે આ તમારી કેવી માનસિકતા છે. શું આ સંસ્કાર છે કે નંબર વાયરલ કરો અને ધમકી આપો.'
ADVERTISEMENT