Exclusive Photo: ગુજરાતનો ત્રીજો સૌથી મોટો કડાણા ડેમ છલકાયો, સીઝનમાં પહેલીવાર ગેટ ખૂલ્યા

વિરેન જોશી/મહીસાગર: મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ (Kadana Dam) ગુજરાતમાં ત્રીજા નમ્બરનું સ્થાન ધરાવતો અને મહીસાગર જિલ્લા સહિત ગુજરાતના વિવિધ આઠ જિલ્લા માટે જીવાદોરી સમાન…

gujarattak
follow google news

વિરેન જોશી/મહીસાગર: મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ (Kadana Dam) ગુજરાતમાં ત્રીજા નમ્બરનું સ્થાન ધરાવતો અને મહીસાગર જિલ્લા સહિત ગુજરાતના વિવિધ આઠ જિલ્લા માટે જીવાદોરી સમાન ડેમ છે. આ ડેમ સંપૂર્ણ ભરાતા કડાણા ડેમનું રુલ લેવલ જાળવવા કડાણા ડેમના એડીશનલ સ્પીલ વે 4 ગેટ 4 ફૂટ ખોલી 26 હજાર ક્યુસેક પાણી તેમજ 2 પાવર હાઉસ કાર્યરત કરી પાવર હાઉસ મારફતે 10 હજાર 600 ક્યુસેક પાણી મળી કુલ 36 હજાર 600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

કડાણા ડેમમાં હાલ 416 ફૂટે જળ સ્તર પહોંચ્યું
કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ જ્યારે રુલ લેવલ 416 ફૂટ છે ડેમનું હાલનું જળ સ્તર 416 ફૂટ છે ડેમના ઉપરવાસમાંથી 60 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નોંધનીય છે કે ડેમસંપૂર્ણ ભરાતા મહીસાગર અને ગુજરાતના વિવિધ 8 જિલ્લા માટે રાહતના સમાચાર આ તમામ જિલ્લાને સિંચાઈ તેમજ પીવાનું પૂરતું પાણી આગામી સમયમાં મળી રહેશે.

મેશ્વો ડેમ ઓવરફ્લો થયો
બીજી તરફ અરવલ્લીમાં શામળાજીના મેશ્વા ડેમમાં પાણીની આવક વધી જતા તે ઓવરફ્લો થઈ ગયો છે. આના કારણે આસપાસનાં 15થી વધુ ગામડાઓને અસર પહોંચી છે. જેના પગલે ગ્રામજનોને એલર્ટ કરી દેવાયા છે. અરવલ્લી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતા પાણીની આવકમાં વધારો થયો છે. 2 દિવસ અગાઉ અરવલ્લીમાં ભૂસ્ખલનની ઘટના સામે આવતા 20 કિલોમીટરનો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તેવામાં હવે આ સિઝનનો વરસાદ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કરતો નજરે પડી રહ્યો છે.

ડેમનું જળસ્તર સતત વધ્યું
શામળાજીનો મેશ્વા ડેમ ઓવરફ્લો થતા 15થી વધુ ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે. અત્યારે આ અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિકો સતર્ક રહેવાની સૂચના આપી દેવાઈ છે. તો બીજી બાજુ ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.

    follow whatsapp