અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. ગત રાત્રે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું કે જેઓ ગુજરાત પોલીસનો એક હિસ્સો હતા. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે તો આ તરફ મોગલ ધામ કાબરાઉ બાપુ પણ પોતાને તેનાથી દૂર કરી શક્યા નથી. તેમણે પણ આ અંગે લોકોને સંબોધતા વખતે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ અંગે ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
શું બન્યો હતો બનાવ?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા થાર કારના અકસ્માતમાં કે જે કાર એક સગીર વયનો છોકરો ચલાવતો હતો. જે છોકરાના અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ટોળા ભેગા થયા હતા ત્યાં જ પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. તે કાર લોકોના ટોળામાં ઘૂસી જાય છે અને લોકોને ફંગોળી નાખે છે. 20 લોકોને ફંગોળી નાખનારી જેગુઆર કારની ઝડપ પણ અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ 9 વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે જશવંતસિંહ નામના પોલીસ કર્મચારી મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. જે પછી આ ઘટનામાં મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યો છે. આ તરફ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈને પોલીસે તુરંત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરી છે.
ગંગા એક્સપ્રેસ વે માટે ખોદાયેલા ખાડામાં પાણીમાં 4 બાળકોના ડૂબી જવાથી મોત
પોલીસે કરી તપાસ કમિટિની રચના
આ ઘટનાના પડઘા ના માત્ર અમદાવાદના ખુણે ખુણે પરંતુ સમગ્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશોમાં પણ પડ્યા છે. લોકોએ આ ઘટનાના વીડિયો અને તેની ભયાનકતાના દ્રશ્યો જોઈને આઘાત અનુભવ્યો છે. આપને અહીં જણાવી દઈએ કે ગુજરાત પોલીસ દ્વારા આ ઘટનાને લઈને ખાસ તપાસ કમિટિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કોણ કોણ છે તે પણ જાણાવીએ તો આ કમિટીમાં ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઈ, ટ્રાઈકના એસીપી એસ જે મોદી, એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ અપૂર્વ પટેલ, એસજી-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ વી બી દેસાઈ, એ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ પી બી ઝાલા, એન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ કે પી સાગઠીયા અને અમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જી કટારીયાનો સમાવેશ થાય છે.
MP લખેલી પ્લેટનું રહસ્ય ઘૂંટાયું
જેગુઆર કારમાં એમપી લખેલી પ્લેટ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જે પ્લેટ બાદમાં હટાવી દેવાઈ હોવાની વાતો વહેતી થઈ છે. જેને કારણે એ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે આ એમપી લખેલી પ્લેટ લગાવી તથ્ય કયા સાંસદના નામે રૌફ જમાવતો હશે? જો આ એમપી લખેલી પ્લેટ કારમાં હતી તો તે હટાવી કોણે? શું આ પ્લેટ હટાવાયાની પોલીસને પણ ખબર નહીં હોય? પ્લેટ હતી અને જો હટાવાઈ છે તો હટાવનારા સામે પુરાવાના નાશને લઈને શું કાર્યવાહી થઈ શકે?
ADVERTISEMENT