Salangpur Temple: હાલમાં જ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ થયો હતો. સરકારે આ મામલે મધ્યસ્થી કરતા બાદમાં વિવાદિત ભીંત ચિત્રો તો હટાવી લેવામાં આવ્યા. જોકે આ બાદ પણ લીંબડીમાં સંત સંમેલન મળ્યું હતું અને 8 જેટલા ઠરાવો કરવામાં આવ્યા હતા. આની સામે અખિલ ભારતીય સંત સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજે આપેલા નિવેદનનો સંતો જ વિરોધ કરી રહ્યા છે.
ADVERTISEMENT
જ્યોતિર્નાથ મહારાજે શું કહ્યું?
જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, અવિચલ દાસજી જે શબ્દો બોલ્યા તેની સામે પહેલા તો મારો વિરોધ છે. જ્યારે સંતે સમાજે સમગ્ર રીતે વિરોધ કર્યો હોય, બોયકોટ કર્યો હોય, તો સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન ધર્મના બતાવી સનાતન ધર્મનું અપમાન કર્યું છે. બીજી ભૂલ તમારા વ્હાલા હશે નૌતમ સ્વામી કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમે રાખો. તમે તમારા સંપ્રદાયના લોકોને તો સાચવી નથી શકતા, તમારા સંપ્રદાયના જે સાધુઓ બન્યા તેમનો તો તમે હેરાન કરો છો.
અવિચલદાસજી મહારાજે શું કહ્યું હતું?
ખાસ છે કે, આ પહેલા અવિચલદાસજી મહારાજે મીડિયા સમક્ષ વાત કરતા વિવાદિત ભીંત ચિત્રો મામલે મામલે નિવેદન આપ્યું હતું. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો બચાવ કરતા કહ્યું હતું કે, સ્વામિનારાયણને પણ અમે સનાતનમાં જ માનીએ છીએ, અને એ પણ માને છે.
ADVERTISEMENT