જસ્ટિસ સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ

નવી દિલ્હી: ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક કરાઈ છે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટને બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે. સુનિતા…

gujarattak
follow google news

નવી દિલ્હી: ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક કરાઈ છે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટને બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે. સુનિતા અગ્રવાલ અલાહાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. કોલેજિયમની સલાહ પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ તેમની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરી છે. તો ગુજરાત હાઈકોર્ટના વર્તમાન એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરાલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.

કોણ છે જસ્ટિસ સુનિતા અગ્રવાલ?
જસ્ટીસ સુનિતા અગ્રવાલ 2011ના વર્ષમાં અલાહાબાદ હાઈકોર્ટના જજ બન્યા હતા. અહીં તેઓ સૌથી સિનિયર જજ હતા અને હાઈકોર્ટમાં તેમને 11 વર્ષ કરતા વધુ સમય સુધી જજ તરીકે કાર્ય કરવાનો અનુભવ છે. તેઓ હવે ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે.

7 હાઈકોર્ટને મળશે નવા ચીફ જસ્ટિસ
નોંધનીય છે કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બુધવારે બોમ્બે હાઈકોર્ટ, ગુજરાત, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી હતી. જેમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલને ગુજરાતના ચીફ જસ્ટિસ બનાવવા માટેની ભલામણ કરાઈ હતી.

    follow whatsapp