બસ નમાજ પઢો પછી મન પડે તે કરો, 72 હુરોની લાલચમાં માનવતા વિરોધી કામ થાય છે: બાબા રામદેવ

બાડમેર : બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અંગેનો વિવાદ હજી શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. બીજી તરફ યોગગુરૂ બાબા રામદેવે ઇસ્લામ અને મુસલમાનો અંગે…

gujarattak
follow google news

બાડમેર : બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અંગેનો વિવાદ હજી શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. બીજી તરફ યોગગુરૂ બાબા રામદેવે ઇસ્લામ અને મુસલમાનો અંગે આપેલું એક નિવેદન ચર્ચાના ચગડોળે ચડ્યું છે. બાબા રામદેવે ઇસ્લામની સાથે સાથે ક્રિશ્યનો પર પણ હુમલો કર્યો છે. રામદેવે આ વાતો રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મ સભા દરમિયાન કહ્યું કે, તેઓ પનોણિયોના તલાગામમાં બ્રહ્મલીન તપસ્વી સંત ધર્મપુરી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

ઇસ્લામ ધર્મનો અર્થ માત્ર નમાજ પઢવાથી વિશેષ કંઇ જ નથી
બાબા રામદેવે કહ્યું કે, ઇસ્લામ ધર્મનો અર્થ માત્ર નમાજ પઢવાનો છે. મુસલમાનો માટે માત્ર નમાજ જ જરૂરી છે. નમાજ પઢ્યા બાદ જે મન ફાવે તે કરો, બધુ જ યોગ્ય છે. પછી તે હિંદુઓની યુવતીને ઉઠાવો, જેહાદના નામે આતંકવાદી બનો કે પછી જે મનમાં આવે તે કરો.

હિંદુ ધર્મમાં આવું કંઇ જ નથી થતું
રામદેવે ક્રિશ્ચિયનો પર બોલતા કહ્યું કે, દિવસે ચર્ચ જઇને મીણબતી કરો તમામ પાપ ધોવાઇ જશે. જો કે હિંદુ ધર્મમાં એવું કંઇ જ નથી થતું. બાબા રામદેવ એટલે જ નહોતા અટક્યા. ત્યાર બાદ તેમણે કહ્યું કે, તેમની જન્નત (સ્વર્ગ)નો મતલબ છે કે, ઘુંટી ઉપરથી પાયજામો પહેરો, મુંછ ન રાખો અને ટોપી પહેરો તેવો થાય છે.

એવી જન્નત તો જહન્નુમ કરતા પણ બેકાર છે
તેમણે કહ્યુ કે, હું એવું નથી કહેતો, પરંતુ આ લોકો એવું કરી રહ્યા છે. પછી કહે છે કે જન્નતમાં પોતાનું સ્થાન નિશ્ચિત થયું. ત્યાં હુરો મળશે અને મદિરા પાન કરવા મળશે. રામદેવે કહ્યું કે એવી જન્નત કરતા તો જહન્નુમ કરતા પણ બેકાર છે. તેમ છતા પણ લોકો મુંછ કપાવી રહ્યા છે અને ટોપી પહેરી રહ્યા છે. આ ગાંડપણ છે.

ધર્મ માટે હંમેશા તત્પર રહો
રામદેવે કહ્યું કે, સનાતન ધર્મમાં ઉંઘવાથી માંડીને રહેવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરાઇ છે. યોગ, ધ્યાન અને સેવા કરો. સનાતન ધર્મમાં દરેક ક્રિયા માટે કહેવાયું છે. ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે. બાકી જાતીઓને આપણે બનાવી છે. હિંદુ ધર્મને અનેક જાતીઓમાં વહેંચવામાં આવી છે. પોતાના ધર્મ પ્રત્યે જાગૃત રહો અને ધર્મગુરૂઓના આહ્વાન અંગે હંમેશા જાગૃત રહો.

    follow whatsapp