અમદાવાદ: બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પર આજે વાવાઝોડુ ત્રાટકી શકે છે. ત્યારે વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન વાવાઝોડુ જખૌ બંદર તરફ સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ જખૌથી 120 કિમી દૂર છે. વાવાઝોડુ જખૌ આસપાસ લેન્ડફોલ થશે.
ADVERTISEMENT
ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન દ્વારકા – 44 કિમી પ્રતિ કલાક,ઓખામાં -34 કિમી પ્રતિ કલાક દિવ – 52 કિમી પ્રતિ કલાક, નલિયામાં -28 કિમી પ્રતિ કલાક, વેરાવળમાં 60 કિમી પ્રતિ કલાક ભુજ – 24 કિમી પ્રતિ કલાક, કંડલા- 32 કિમી પ્રતિ કલાક પોરબંદર – 36 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
જાણો કેટલું છે દૂર
વાવાઝોડુ જખૌ બંદરથી 120 કિમી દૂર છે, દ્વારકાથી 170 કિમી દૂર છે ત્યારે નલિયાથી 150 કિમી દૂર છે. પોરબંદરથી 260 કિમી દૂર છે. પાકિસ્તાનના કરાંચીથી 240 કિમી દૂર છે. ત્યારે વાવાઝોડાને લઈ તંત્ર પણ સતર્ક છે. આ દરમિયાન ગુજરાતની પરિસ્થિતિ પર પ્રધાનમંત્રી ઓફિસ પરથી પણ નજર રાખવામાં આવી રહી છે. કચ્છના કંડલા પોર્ટ પર બિપરજોયની અસર શરૂ થઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડુ ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. ગણતરીના કલાકોમાં બિપરજોય કચ્છના દરિયાકાંઠે અથડાશે. કંડલા પોર્ટ હાલ બંધ છે. કંડલા ગામ પણ ખાલી કરી દેવાયુ છે.
મુખ્યમંત્રી સહિત તંત્રની નજર વાવાઝોડા પર નજર
વાવાઝોડાના એલર્ટના પગલે મુખ્યમંત્રી, હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી તથા અન્ય અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી ગયા છે. ત્યાંથી વાવાઝોડાની દિશા અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT