અમદાવાદઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. આ મામલે રાજ્યમાં ઠેરઠેર પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગુજરાત એટીએસ દ્વારા વડોદરાથી 15 શખ્સોને એક્ઝામના પેપર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આજે જ નવેસરથી લેવાતી આ પરીક્ષાની તારીખો જાહેર થશે તેવી વિગતો પણ મળી રહી છે.
ADVERTISEMENT
જો કે આજે આ અંગે આજે પંચાયત સેવા પસંદગી મંડળા ચેરમેન સંદીપ કુમારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જાહેરાત કરી કે આગામી 100 દિવસમાં પરિક્ષાની જાહેરાત કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ અન્ય જિલ્લાઓમાં છે તેમને સરકારી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. તેવી જાહેરાત કરી હતી. તેઓ હસતા મોઢે આવ્યા હતા અને હસતા મોઢે ચાલતી પકડી હતી. જાણે કોઇ ઘટના જ ન બની હોય તે પ્રકારે ખુબ જ હળવા મુડમાં જોવા મળ્યા હતા. કોઇ પણ પ્રકારના પત્રકારોના સવાલોના જવાબ આપ્યા વગર જ તેઓએ ચાલતી પકડી હતી. બેશરમી પુર્વકની આ પત્રકાર પરિષદમાં વિદ્યાર્થીઓને નડકા એક પણ સવાલનો જવાબ આપવામાં આવ્યો નહોતો.
ADVERTISEMENT