જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હસમુખ પટેલે યોજી ખાસ બેઠકઃ વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર

ગાંધીનગરઃ જો આપ અથવા આપના કોઈ સંબંધીત વ્યક્તિ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આપને…

જો આપ અથવા આપના કોઈ સંબંધીત વ્યક્તિ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આપને જણાવી દઈએ કે આ અહેવાલ આપના માટે અત્યંત જરૂરી છે.

જો આપ અથવા આપના કોઈ સંબંધીત વ્યક્તિ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આપને જણાવી દઈએ કે આ અહેવાલ આપના માટે અત્યંત જરૂરી છે.

follow google news

ગાંધીનગરઃ જો આપ અથવા આપના કોઈ સંબંધીત વ્યક્તિ ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આપને જણાવી દઈએ કે આ અહેવાલ આપના માટે અત્યંત જરૂરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ગુજરાત પંચાયત પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે જિલ્લાના અધિકારીઓ સાથે પરીક્ષા વ્યવસ્થા અંગે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા પ્રમાણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રને લગતી મદદની જરૂર હોય તો તેઓ સંપર્ક કરી મદદ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરીને હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. ઉપરાંત જો ત્યાંથી કોઈ મદદ નથી મળતી તો રાજ્ય હેલ્પલાઈન નંબર્સ પણ જાહેર કરાયા છે.

જુનિયર ક્લાર્ક હેલ્પલાઈન નંબર
જુનિયર ક્લાર્ક પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી હોય, પરીક્ષા કેન્દ્ર જે જિલ્લામાં હોય તે જિલ્લાના નીચે જણાવેલા હેલ્પલાઇન નંબર પર કચેરી સમય દરમિયાન ફોન કરવો તે હેલ્પલાઇન નંબર પર પ્રશ્નનો ઉકેલ ના આવે તો રાજ્ય હેલ્પ લાઈન 8758804212, 8758804217 નો સંપર્ક કરવો.

જિલ્લા પ્રમાણે હેલ્પ લાઈન નંબર

બસની પણ વ્યવસ્થાઓ કરાઈ
જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે વધારાની બસો ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાની જાણકારી આપવા માટે MD GSRTC દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આગામી તારીખ ૯/૪/૨૩ ના રોજ જુનિયર ક્લાર્કની યોજનાર પરીક્ષામાં પરીક્ષાર્થીઓને પોતાના રહેઠાણથી પરીક્ષા સ્થળ સુધી જવા આવવા માટે અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા ૬૦૦૦ બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

    follow whatsapp