જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓને મળશે 254 રૂપિયા ભાડુ, સરકાર દ્વારા કરવામાં આવી જાહેરાત

ગાંધીનગર : જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે મોટા સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે. જે અનુસાર અગાઉ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે પ્રકારે પરીક્ષા આપનારા…

gujarattak
follow google news

ગાંધીનગર : જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે મોટા સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે. જે અનુસાર અગાઉ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે પ્રકારે પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીને સરકાર દ્વારા ભાડુ ચુકવવામાં આવશે. દરેક વિદ્યાર્થીના ખાતામાં તે નાણા જમા થઇ જશે. દરેક વિદ્યાર્થીને 254 રૂપિયા સરકાર દ્વારા ચુકવવામાં આવશે. આ નાણા સરકાર દ્વારા સીધા વિદ્યાર્થીના ખાતામાં જ જમા કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને પણ માહિતી આપવામાં આવી હતી.

અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષા ત્યારે રદ્દ કરી દેવામાં આવી હતી જ્યારે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ સેન્ટર પર પહોંચી ચુક્યા હતા. અચાનક પેપર વાયરલ થઇ ગયું હોવાની માહિતી પ્રકાશમાં આવી અને સરકારે તત્કાલ પેપર રદ્દ કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને ધરમક ધક્કો પડ્યો હતો. જો કે સરકાર દ્વારા આ અંગે બીજી પરીક્ષાનું આયોજન થાય ત્યારે વિદ્યાર્થીઓને ભાડુ ચુકવવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જે હવે સાચુ ઠરતું હોય તેવું લાગી રહ્યુ છે. વિદ્યાર્થીઓને 249 રૂપિયા ભાડા પેટે ચુકવવામાં આવશે.

ઉમેદવારોને કેટલું ટ્રાવેલ એલાઉન્ટ મળશે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ મંડળ દ્વારા વેબસાઈટ પર આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનારા ઉમેદવારોને રૂ.254નું ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ઉમેદવારે કોલલેટર ડાઉનલોડ કરીને બેંકની માહિતી ઓનલાઈન આપવાની રહેશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા પછી 20 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે ઉમેરવારોના ખાતામાં જમા કરવામાં આવશે. બેંક ખાતાની આ માહિતી ભરવાની સમયમર્યાદા 31 માર્ચે બપોરે 1 વાગ્યાથી લઈને 9 એપ્રિલે 12.30 વાગ્યા સુધીની છે.

    follow whatsapp