જુનિયર ક્લાર્કના ઉમેદવાર માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ક્લિક કરીને જાણો તમારા કેટલા જવાબ સાચા પડ્યા

ગાંધીનગર: રાજ્યભરમાં 9મી એપ્રિલના રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 લાખથી પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું અનુમાન છે. અગાઉ જાન્યુઆરીમાં…

gujarattak
follow google news

ગાંધીનગર: રાજ્યભરમાં 9મી એપ્રિલના રોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 લાખથી પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું અનુમાન છે. અગાઉ જાન્યુઆરીમાં પેપર લીક થયા બાદ ફરીથી ભરતી પરીક્ષા લેવામાં આવી હતી. જોકે આ વખતની પરીક્ષામાં કોઈ ગેરરીતિ કે પેપર લીકના બનાવો સામે ન આવતા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હવે પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.

પ્રોવિઝનલ આન્સર કી સાથે ઉમેદવારો કરી શકશે જવાબોની ખરાઈ
GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘આજે અમારી ટીમ પ્રોવિઝનલ આન્સર કી અપલોડ કરી રાત્રે 9:30 એ ઘરે જવા રવાના થઈ છે.’ આ આન્સર કી ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. જેની સાથે ઉમેદવારો પોતાના જવાબો મેચ કરીને તેમનો જવાબ સાચો હતો કે નહીં તે જાણ શકશે. જેને તમે નીચે ક્લિક કરીને પણ જોઈ શકો છો.

જુનિયર ક્લાર્કની પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો

હવે તલાટીની પરીક્ષાના આયોજન પર નજર
નોંધનીય છે કે, હસમુખ પટેલે અગાઉ 9 એપ્રિલે જ જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂરી થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી અને જણાવ્યું હતું કે હવે તેમની પ્રાથમિકતા તલાટીની પરીક્ષા રહેશે. પરીક્ષા માટે કોલેજો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પરીક્ષાના સફળ આયોજન પાછળ સમગ્ર તંત્રની મહેનતથી આ સફળતા મળી છે. તંત્ર એ જીણવટ ભરી SOPની અસરકારક અમલવારી કરી છે. હસમુખ પટેલે કહ્યું કે, તલાટીની પરીક્ષા માટે 5700 કેન્દ્રોની જરૂરિયાત છે. જેની સામે પરીક્ષા માટે હાલ 3022 પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ થયા છે. તલાટીની પરીક્ષામાં પણ આ અનુભવનો ઉપયોગ થશે. પરીક્ષા માટે પર્યાપ્ત કેન્દ્રો ઉપલબ્ધ થાય તેવો અમારો પ્રયત્ન રહેશે.

    follow whatsapp