જુનિયર ક્લાર્કના ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની સમસ્યા હતી, હર્ષ સંઘવીએ 2 કલાકમાં લાવી દીધો ઉકેલ

ગાંધીનગર: આગામી 9 એપ્રિલના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષામાં લાખો ઉમેદવારો આવવાના હોવાથી એસ.ટી દ્વારા તેમને મોટી સંખ્યામાં બસો ફાળવવામાં…

gujarattak
follow google news

ગાંધીનગર: આગામી 9 એપ્રિલના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષામાં લાખો ઉમેદવારો આવવાના હોવાથી એસ.ટી દ્વારા તેમને મોટી સંખ્યામાં બસો ફાળવવામાં આવી છે. ત્યારે એક ઉમેદવાર દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની મૂંઝવણ સાથે ગૃહરાજ્યમંત્રીને ટ્વીટ કરીને સવાલ કરવામાં આવ્યો હતો. જેનો હર્ષ સંઘવીએ બે કલાકમાં જ ઉકેલ લાવી દીધો હતો.

બસનું સ્ટોપ ન હોવાથી ઉમેદવારે કરી રજૂઆત
હકીકતમાં સાગર પટેલ નામના ઉમેદવાર દ્વારા સવાલ કરાયો હતો કે, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઘણા ભાવનગરના ઉમેદવારોને બાવળા, અમદાવાદ કેન્દ્ર ફાળવેલા છે, પરંતુ અમદાવાદથી ભાવનગર આવતી મોટાભાગની બસોને બાવળા સ્ટોપ નથી. અમે અમદાવાદથી ભાવનગર માટે રિઝર્વેશન કરાવેલ છે, અમદાવાદથી ભાવનગરની બસોને બાવળા સ્ટોપ આપવામાં આવે એકદિવસ માટે.

હર્ષ સંઘવીએ શું જવાબ આપ્યો?
જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા જે યોજાનાર છે તેમાં ભાવનગરથી જે ઉમેદવારો અમદાવાદ બાવળા ખાતે આવવાના છે તેવા ઉમેદવારોને બાવળા ખાતે બસ ઉભી રહે અને મુસાફરોને ઉતારે તેમજ ચડાવે તે મુજબની કાર્યવાહી કરવા માટે સંબંધિતને સુચના અપાયેલ છે અને એ મુજબની કાર્યવાહી થશે. આ ઉપરાંત પણ જ્યાં જરૂરિયાત જણાશે ત્યાં વધારાના સ્ટોપ આપી અને ઉમેદવારોને લેવા માટે નિગમ કક્ષા એ કાર્યવાહી કરવામાં આવશે.

ઉમેદવારોને કેટલું ટ્રાવેલ એલાઉન્ટ મળશે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ મંડળ દ્વારા વેબસાઈટ પર આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનારા ઉમેદવારોને રૂ.254નું ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ઉમેદવારે કોલલેટર ડાઉનલોડ કરીને બેંકની માહિતી ઓનલાઈન આપવાની રહેશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા પછી 20 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે ઉમેરવારોના ખાતામાં જમા કરવામાં આવશે. બેંક ખાતાની આ માહિતી ભરવાની સમયમર્યાદા 31 માર્ચે બપોરે 1 વાગ્યાથી લઈને 9 એપ્રિલે 12.30 વાગ્યા સુધીની છે.

    follow whatsapp