ગાંધીનગર: આગામી 9 એપ્રિલના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનારા ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે. પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ખાતામાં સરકાર પૈસા જમા કરાવશે. આ માટે ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કરીને બેંકની માહિતી આપવી પડશે.
ADVERTISEMENT
ઉમેદવારોને કેટલું ટ્રાવેલ એલાઉન્ટ મળશે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ મંડળ દ્વારા વેબસાઈટ પર આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનારા ઉમેદવારોને રૂ.254નું ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ઉમેદવારે કોલલેટર ડાઉનલોડ કરીને બેંકની માહિતી ઓનલાઈન આપવાની રહેશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા પછી 20 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે ઉમેરવારોના ખાતામાં જમા કરવામાં આવશે. બેંક ખાતાની આ માહિતી ભરવાની સમયમર્યાદા 31 માર્ચે બપોરે 1 વાગ્યાથી લઈને 9 એપ્રિલે 12.30 વાગ્યા સુધીની છે.
કોલલેટર વેબસાઈટ પર મૂકાયા
નોંધનીય છે કે જુનિયર ક્લાર્કના ઉમેદવારોના કોલલેટર પર આજથી આવી ગયા છે અને ઉમેદવારો વેબસાઈટ પર જઈને તેને ડાઉનલોડ કરી શકશે. નોંધનીય છે કે આ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ સરકારે 100 દિવસમાં પેપર ફરીથી યોજવાની જાહેરાત કરી હતી. બાજમાં પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને બનાવ્યા હતા.
ADVERTISEMENT