ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢમાં 16 જૂનના રોજ થયેલી હિંસાના ગુનામાં જુનાગઢ NCP કોર્પોરેટર અદ્રેમાન પંજા તેમજ તેમના પુત્ર અમન પંજાના નામ પણ ફરિયાદમાં સામેલ થતા રાજકીય હલચલ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મજેવડી પોલીસ ચોકી પર ટોળાએ હુમલો કર્યો હતો. જે પછી ટોળાએ વાહનોમાં તોડફોડથી લઈને આગચંપી કરી દેતા રીતસર તંગદીલીનો માહોલ ઊભો થયો હતો. આ મામલાને લઈને પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરીને ટોળાને કાબુમાં કર્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદમાં AMTSના લઘુત્તમ ભાડામાં કરાયો 2 રૂપિયાનો વધારો
કોર્પોરેટર અને તેમનો પુત્ર ફરાર
16 જૂન મજેવડી દરવાજા સામે આવેલા હજરત ગેબનશાહ પીરની દરગાહ પર સિનિયર ટાઉન પ્લાનર દ્વારા આપવામાં આવેલ નોટિસ ચોંટાડવા સાથે જ લઘુમતી સમાજના લોકો એકઠા થયા અને પોલીસે સમજાવવાની કોશિશ કરતા કેટલાક અસામાજીક તત્વો એ પથ્થર મારો કર્યો હતો. જેમાં ચાર પોલીસકર્મી ઘવાયા તેમજ એક સમય નાગરિકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં જૂનાગઢ એનસીપીના કોર્પોરેટર અદ્રેમાન પંજા અને તેમના પુત્ર અમન પંજા પણ શામેલ હોવાના આરોપ સાથે તેમની સામે ઓન ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તેમનો આ ઘટનામાં શું રોલ હતો તેની તપાસ કરી રહી છે. જોકે હાલ બન્ને ફરાર છે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં જે લોકો આ ગુનામાં શામેલ હતા તેમની પકડી કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાંથી 34 લોકો માટે કોર્ટમાં રિમાન્ડ લઇ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT