જુનાગઢ : દેશમાં કુંભ મેળાનું જેટલું મહત્વ છે તેટલું જ જુનાગઢમાં આયોજિત થતા શિવરાત્રીના મેળાનું પણ મહત્વ છે. આ મિની કુંભ તરીકે પણ ઓળખાય છે. ભજન,ભોજન અને ભક્તિની સાથે ચાલતા આ મેળામાં મોટી સંખ્યામાં સાધુઓ ઉપરાંત સામાન્ય નાગરિકો પણ જોડાય છે. ત્રણ દિવસ ચાલતા આ મેળામાં અત્યાર સુધીમાં ચાર લાખથી વધારે શ્રદ્ધાળુઓ દ્વારા જુનાગઢ ભવનાથ મંદિર અને અલગ અલગ તીર્થ સ્થળો પર દર્શન કરે છે. ભજન કીર્તન તેમન ભોજન સાથે મહાદેવનો જયજયકાર કર્યો હતો.
ADVERTISEMENT
ભવનાથમાં અલગ અલગ આશ્રમો દ્વારા કરાય છે વ્યવસ્થા
ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ તીર્થ સ્થળોએ આવેલા છે. જો કે વર્ષમાં એકવાર આવતા આ અનેરા અવસરને શિવરાત્રી લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. શિવરાત્રીના મેળામાં લાખો લોકો એકત્ર થાય છે. હીં આખી રાત અખંડ સંતવાણી જેવા કાર્યક્રમો ચાલ્યા કરે છે. ભજન અને ભોજનનો અનેરો સંગમ ચાલે છે. અનેક વિવિધ સંગઠનો દ્વારા
તમામ સંપ્રદાય દ્વારા પોતપોતાની રીતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાશે
કાલે મોડી રાત્રે સંતો, મહંતોની હાજરીમાં નાગા સાધુઓની રવેડી નીકળશે અને મહામંડલેશ્વર, સેન્ટર મહંતો, અલગ અલગ અખાડાઓ દ્વારા પોતપોતાની વિશાળ યાત્રા કાઢે છે. મૃગીકુંડમાં સ્નાન કરે છે. ત્યાર બાદ નાગા સાધુઓ મૃગી કુંડમા સ્નાન કરીને શિવરાત્રીના મેળાની પુર્ણાહુતી કરે છે.
ADVERTISEMENT