Junagadh News: પોલીસની ક્રૂર છબી આવી સામે, લાંચ ન આપતા PSI એ યુવકને માર્યો ઢોર માર

Junagadh police Station: દેશભરમાં પોલીસ લોકોની મદદ અને સુરક્ષા પૂરી પાડવા માટે હોય છે. એવામાં ગુજરાત પોલીસની ક્રૂર છબી સામે આવી છે. મૂળ અમદાવાદનો વતની…

gujarattak
follow google news

Junagadh police Station: દેશભરમાં પોલીસ લોકોની મદદ અને સુરક્ષા પૂરી પાડવા માટે હોય છે. એવામાં ગુજરાત પોલીસની ક્રૂર છબી સામે આવી છે. મૂળ અમદાવાદનો વતની હર્ષિલ જાદવ કે જેને તનિશ્ક ટુર ટ્રાવેલ્સનો વ્યવસાય હતો. જેના પર કેટલાક લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે ટુર ટ્રાવેલ્સમાં કંપની દ્વારા કહેવામાં આવેલ સેવાઓ પૂરી પાડવામાં આવતી નથી અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાય. જે બાદ પોલીસ દ્વારા તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે અને તે કિંમત ન ચૂકવવતા આરોપી હર્ષિલ જાદવ રિમાન્ડમાં એટલો મારવામાં આવે છે કે જીવન મરણ વચ્ચેની લડાઈ લડે છે. ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે

પોલીસની ક્રૂર છબી આવી સામે

હર્ષિલ જાદવે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી કે તેનો કર્મચારી કંપનીના ડેટાની માહિતી કોઈને આપી રહ્યો છે. પછી, તેમને પોલીસ સ્ટેશનથી ફોન આવે છે અને અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવે છે કે, તમારા સામે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આશીમ સીડા નામના ફરિયાદીએ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી. આ મામલે તનીશ્ક ટુર ટ્રાવેલ્સ દ્વારા પૂરતી સુવિધા નહીં આપતા 1.20 રૂપિયાના ફ્રોડની ફરિયાદ દાખલ કરી હતી.

આરોપી હર્ષિલને બોડકદેવ પોલીસ સ્ટેશનથી જૂનાગઢ બી ડિવિઝન આ ફરિયાદના આધારે લાવવામાં આવે છે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને કોર્ટ તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરે છે. આ દરમિયાન પીએસઆઈ એમ.એમ. મકવાણા રિમાન્ડમાં માર ન મારવાના ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. હર્ષિલનો પરિવાર આ પૈસા આપવા તૈયાર ન હતો.

પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી

હર્ષિલના પરિવારે પોલીસની પૈસાની માંગણી ફગાવ્યાં બાદ રિમાન્ડનો સમય શરૂ થાય છે. પીએસઆઈ એમ.એમ. મકવાણા દ્વારા રિમાન્ડમાં સખત મારપીટ કરતા યુવકના ડાબા પગમાં ફેક્ચર અને જમણા પગના લીગમેંટ ફાટી ગયા તેમજ માથાના ભાગમાં પણ સખત ઇજા પહોંચી હોવાની ફેમિલીના આરોપ સાથે ફરિયાદ નોંધાવામાં આવી છે તદ ઉપરાંત હાલ યુવક ખૂબ ગંભીર હાલતમાં છે. આથી પણ વધુ ડોકટરે જણાવ્યું કે, પોલીસ મારના કારણે બ્લડ કલોટીંગ થતાં હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટના પર Dyspએ જણાવ્યું કે, હર્ષિલના ભાઈની ફરિયાદ મુજબ એમ એમ મકવાણા વિરુદ્ધ 307 અને 331નો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)

    follow whatsapp