જૂનાગઢ : પોલીસ કર્મીએ ત્રણ મહિના પહેલા કરેલા સુસાઇડની ફાઈલ ફરી હાઈકોર્ટમાં ખુલતા જ પોલીસ ખુદ જ કઠેડામાં આવી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. બ્રિજેશ લાવડિયાએ 23 માર્ચના રોજ આત્મહત્યા કરી હોવાનું જણાવી પોલીસે કેસ ફાઈલ બંધ કરી દીધી હતી. પરંતુ સત્ય શું છે એ કારણ જાણવાની તસદી લીધી નહોતી. 19 માર્ચ 2023 ના રોજ જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં લોકરક્ષકની તાલીમ મેળવી મહિલાઓમાં કોઈ એક બીભત્સ ફિલ્મ જોઈ રહી હતી. જેને બ્રિજેશ લાવડિયાએ ટોકી હતી અને ઉપલા અધિકારીને જાણ કરવાની વાત કહી હતી.
ADVERTISEMENT
પોર્ન જોનાર ટ્રેનિએ જ અધિકારી સામે ફરિયાદ કરી
સવારે બ્રિજેશ ઉપલા અધિકારીને કહે તે પહેલા જ તાલીમાર્થી મહિલા તેના બહેન કે જે ASI છે તેની સાથે ઉપલા અધિકારી ખુશ્બુ કાપડિયા પાસે પહોંચે છે અને બ્રિજેશ લાવડીયાએ બીભત્સ માંગણી કરી હોવાનું જણાવી આરોપ નાખી પોતાનો બચાવ કરી લે છે. Dy.sp અધિકારી ખુશ્બુ કાપડિયા આ મામલે બ્રિજેશ લાવડિયાને બોલાવે છે અને જ્યારે તે ત્યાં પહોંચે છે ત્યારે ત્યાં dysp મહિલા અધિકારી, પી એસ આઈ ખાચડ તેમજ ASI અને ફરિયાદી બનેલ મહિલા લોક રક્ષક ત્યાં હાજર હોય છે બધા સાથે મળીને બ્રિજેશનો ઘેરાવ કરી ખૂબ જ માર મારે છે. બ્રિજેશ લાવડિયા જે ખોટા આરોપોથી ચોંકી ઊઠે છે પણ કોઈ જ સાંભળનાર ન હોય એમ લાચાર બની જાય છે.
અધિકારી આરોપ સહન કરી શક્યા નહોતા
બીજા દિવસે 20 માર્ચે દીકરાને ફોન કરીને જણાવે છે કે, મારા પર જે આરોપો મુકાયા તે સહન થાય તેવા નથી અને મને ખૂબ માર મારવામાં આવ્યો છે. 22 માર્ચે વંથલી એક વાડીમાં જઈ આત્મહત્યા કરી લે છે. પુત્ર રિતેશ પોલીસમાં વિનંતી કરે છે મારા પિતા એ માર્યા હોવાનું કહ્યું હતું આ અંગે તપાસ થવી જોઈએ પણ કોઈ જ સાંભળ્યું નથી.
અધિકારીઓએ કાયદો હાથમાં લઇ લીધો
મહિલા પોલીસ અધિકારી પોતાના ઉપરીને વાત કરે છે કે, ફરિયાદ નોંધાવવાને બદલે ખુદ કાનૂન હાથમાં લઈ લે છે. PSI પણ તેનો સાથ આપે છે અને જૂનાગઢના તે સમયના આઇ જી મનોજ ચાવડા, DSP રવી તેજા , Dysp ને આ ઘટના અંગે તપાસ કરવાની જરૂર લાગતી નથી.
આખરે હાઇકોર્ટમાં જઇને કેસ દાખલ કરવો પડ્યો
આખરે રિતેશ લાવડિયા હાઇકોર્ટમાં જઈ ન્યાય માટે આજીજી કરે છે. મારપીટ કર્યાના ફોટાઓ અને ફોન પર થયેલ વાતની સાથે કહે છે કે મારા પિતાના મોતનું કારણ શું છે એ જ જાણવું છે. હાઈકોર્ટ ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી તાત્કાલિક તપાસના આદેશ આપે છે અને સત્ય બહાર આવે છે તે કઈક ઉપર જણાવ્યા મુજબનું છે.
હાઇકોર્ટે એસપી અધિકારીની ઝાટકણી કાઢી
હાઈકોર્ટમાં જજ SP રવિ તેજા અને PSI વાઢેરને પૂછે છે કે, આટલા નિર્દયતા પૂર્વક માર માર્યામાં ફોટા જોઇ તમારા પરિવારના જ સભ્યની જ ફરિયાદ નોંધી તપાસ કેમ નથી કરી. પોલીસ તરત જ ફરિયાદ નોંધે છે અને ખુશ્બુ કાપડિયા અને પીએસઆઈ ખાચડ સામે કેસ નોંધાય છે.
પોલીસ અધિકારીઓ પણ સુરક્ષીત નથી
જ્યારે પોલીસ કર્મીને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરનાર પોલીસ અધિકારીઓ જ હોય અને તે અંગે ફરિયાદ પણ ન નોંધાય અને સત્ય બહાર લાવવાની કોશીશ ન થાય તો સામાન્ય જનતા માટે પોલીસ કેટલી જવાબદારીથી કામ કરતી હશે. એ સવાલ દરેક નાગરિકને થાય તે સ્વભાવિક છે.
(રિપોર્ટર ભાર્ગવી જોશી, જૂનાગઢ)
(તસવીર પ્રતિકાત્મક છે)
ADVERTISEMENT