Junagadh News: જૂનાગઢના વનમાં આવેલા જટા શંકર મંદિર તરફ જવાની સીડીઓ પર અંદાજે 200 સીડીઓ પછી એક મહિલા બાજુમાં રહેલી ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ મહિલા એકલી હતી. તેમની સાથે તેમનો પરિવાર પણ ન્હોતો. આ મહિલા પડી ગઈ હોવાની જાણકારી કોઈ વ્યક્તિ થકી જૂનાગઢ વન વિભાગને થઈ હતી અને વન વિભાગવ દ્વારા આ વ્યક્તિની માહિતીને ગંભીરતાથી લઈ તુરંત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આખરે મહેનત ફળી અને મહિલાને જીવીત બચાવી શકાઈ હતી. મહિલાને ઈજાઓ થઈ હોઈ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
આંતરિક જૂથવાદ BJP માટે માથાનો દુ:ખાવો બન્યો, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી મનસુખ વસાવાનું વોકઆઉટ!
પરિવાર સાથે અણબન થતા મહિલા એકલી આવી હતી જૂનાગઢ
વન વિભાગ જૂનાગઢના નાયબ વન સંરક્ષક અક્ષય જોશીને 8 સપ્ટેમ્બરે સવારે માહિતી મળી હતી કે જટા શંકર મંદિર તરફ જતી જૂની સીડીઓ ચઢતા અંદાજે 200 પગથિયાં ચઢતા ડાબી બાજુના જંગલની ખીણમાં કોઈ મહિલા પડી ગઈ છે. જે બાબતની જાણ મળતા તરત જ જૂનાગઢ DCF સાહેબે RFO ભાલીયાને જાણ કરી તાત્કાલિક બચાવ કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ RFO એ તાત્કાલીક સ્થાનિક સ્ટાફને જાણ કરી હતી. તેઓ જે તે સ્થળ પર પહોંચી જંગલમાં પડી ગયેલી આ મહિલા સુધી તાત્કાલિક પહોંચી ગયા હતા અને તેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં તપાસ કરતા આ મહિલાનું નામ ચંદ્રિકાબેન મહેશભાઈ મોઢવાડિયા ઉ. વ -25 રહેવાસી બાબરા (અમરેલી )ના હોવાનું જાણવા મળ્યું હતું. તે કોઈ તેમના પારિવારિક ઝઘડા ના કારણે જૂનાગઢ આવી ગયા હતા. એક મહિલા જંગલ વિસ્તારમાં ખાણમાં પડી ગયાની જાણ થતા જ વન વિભાગના સ્ટાફ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે અને તાત્કાલિક 108 માં બેસાડી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં ભવનાથ ફોરેસ્ટર એસ.એસ. ચાવડા નવલભાઈ ટ્રેકર વગેરે સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
ADVERTISEMENT