Junagadh: માણાવદરના MLA અને જિલ્લા પંચાયતના પ્રમુખનો ગામ લોકોએ ઉધડો લીધો, VIDEO વાઈરલ

માણાવદરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ મેંદરડાના નાગલપુર ગામે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા MLA અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન ભારે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Junagadh

Junagadh

follow google news

Junagadh News: જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ-પુલને નુકસાન થયું છે. તો પાણીના પ્રવાહથી ખેતરોનું પણ ધોવાણ થયું છે. આ વચ્ચે માણાવદરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ મેંદરડાના નાગલપુર ગામે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા MLA અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન ભારે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

MLA-જિલ્લા પંચાયત પ્રમુખ સાથે તકરાર

સ્થાનિકોના આક્ષેપ મુજબ, 23 જુલાઈએ અતિભારે વરસાદ બાદ ધારાસભ્ય અરવિંદ લાડાણી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર નાગલપુર ગામે મુલાકાતે પહોંચ્યા હતા. જોકે આ લોકો ગામના પુલ પાસે ફોટો પડાવી ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા વિના પરત ફરી રહ્યા હતા. એવામાં ગામમાંથી ટોળું ત્યાં પહોંચ્યું હતું અને ખેતરોના રસ્તા, ખેતરોનુ ધોવાણ, નદીના પુલ સહિતના અનેક પ્રશ્નો પૂછવા લાગ્યા હતા. આ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખનો રોષે ભરાયેલા આગેવાને કાંઠલો પકડી લીધો હતો. પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ ઝપાઝપી કરી રહેલા સ્થાનિકો અને પ્રમુખને છૂટા પાડવા પડ્યા હતા. 

ગામમાં ગયા વિના જ અધિકારીઓ-પદાધિકારીઓ પાછા ફર્યા

ધારાસભ્ય તથા અધિકારીઓ ગામમાં પહોંચે તે પહેલા જ રસ્તા પર બબાલ થતા પદાધિકારી કે અધિકારી નાગલપુર ગામમાં ફરક્યા વિના જ પાછા જકા રહ્યા હતા. ખાસ છે કે સમગ્ર ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સ્થાનિકો જિલ્લા પંચાયખ પ્રમુખ સમક્ષ પોતાના પ્રશ્નોને લઈને ઉગ્ર માંગણી કરતા જોવા મળે છે. 

(ભાર્ગવી જોશી, જૂનાગઢ)
 

    follow whatsapp